મધ્યપ્રદેશ(Madhya Pradesh)માંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. અહીં એક દાનવ પતિએ તેના બે બાળકો અને પત્નીની કુહાડીના ઘા મારીને હત્યા(Family Murder) કરી નાખી. તેણે ત્રણેય મૃતદેહોને ઘરની બાજુમાં જ દાટી દીધા. ટ્રિપલ મર્ડર(Triple Murder)ની આ સનસનાટીભરી ઘટના શહેરથી 8 કિલોમીટર દૂર વિંધ્યવાસિની કોલોનીમાં બની હતી. મળતી માહિતી અનુસાર, આ આરોપીની બીજી પત્ની હતી. પારિવારિક ઝઘડાને કારણે તેણે આ હત્યા કરી હતી. તે રેલવેમાં ગેંગમેન તરીકે ફરજ બજાવે છે. આ હત્યાકાંડને અંજામ આપીને પછી તે સરળતાથી પોતાના દરરોજના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. હાલમાં તો પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, લોકોએ ડીડી નગર પોલીસ સ્ટેશનને જાણ કરી કે આરોપી સોનુ તલવાડેના ઘરમાંથી દુર્ગંધ આવી રહી છે. તેના પરિવારના સભ્યો પણ લગભગ દોઢ મહિનાથી દેખાતા નથી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. લોકો અને સબંધીઓને સોનુ પર શંકા વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસે આરોપીના ઘરની આજુબાજુ ખોદકામ કર્યું તો લોકોના હોંશ ઉડી ગયા હતા. કારણ કે, તેમાં ત્રણ મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા. સોનુએ તેની બીજી પત્ની, સાત વર્ષના પુત્ર અને 4 વર્ષની માસૂમ બાળકીને કુહાડીથી કાપીને ઘરની બાજુમા દાટી દીધી હતી.
પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ હત્યાકાંડ પછી સોનુને કોઈ ફરક પડ્યો નથી અને તે પોતાનું કામ રાબેતા મુજબ કરી રહ્યો હતો. પરંતુ, લોકો અને સબંધીઓને તેના પર શંકા ગઈ. જેમાંથી જ એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સોનુની કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પહેલા તો આરોપી પોલીસને ઉંધા ઉંધા જવાબ આપીને ગુમરાહ કર્યો રહ્યો. પરંતુ, પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે પોલીસને આખી હકીકત જણાવી દીધી હતી. તેણે જણાવતા કહ્યું કે, તેની અને તેની પત્ની વચ્ચે સતત ઝઘડો થતો હતો. તેણે ગુસ્સામાં આવીને તેની પત્ની અને બાળકોને મારી નાખ્યા.
ઘટનાસ્થળે પહોંચેલા એસપી અભિષેક તિવારી અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ પણ કરાવશે. આરોપીએ તેના મિત્રની મદદ લઈને મૃતદેહને ઘરની બાજુમાં દાટી દીધા હતા. પોલીસે મિત્રની પણ ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.