પત્નીનું કપાયેલું માથું લઈને ૧૨ કિમી ચાલી પોલીસ સ્ટેશન પહોચ્યો હેવાન પતિ- ક્રૂર હત્યાનું કારણ જાણી ચોંકી ઉઠશો

પતી પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે, પરંતુ ક્યારેક આ ઝઘડા એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે, શું કરી બેસે છે તેનો…

પતી પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે, પરંતુ ક્યારેક આ ઝઘડા એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે, શું કરી બેસે છે તેનો અંદાજ રહેતો નથી. હાલ આવી જ એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ગેરકાયદેસર સંબંધની શંકામાં એક પાગલ વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીનું માથું કાપી નાખ્યું. આશ્ચર્યની વાત એ છે કે આરોપી મહિલાનું કપાયેલું માથું લઈને લગભગ 12 કિલોમીટર સુધી ચાલીને પોલીસ ચોકી પહોંચ્યો હતો.

અહેવાલ મુજબ, આરોપીની ઓળખ નાકાફોડી માંઝી તરીકે થઈ છે, જે ખુબ ગુસ્સે હતો અને પત્નીની બેવફાઈ પર શંકા કરતો હતો અને તેની સાથે ઘણીવાર ઝઘડો કરતો હતો. ગુરુવારે વિવાદ બાદ ગુસ્સામાં તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું માથું કાપી નાખ્યું હતું.

આરોપી વ્યક્તિ તેની પત્નીનું કપાયેલું માથું લઈને ગોંદિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આરોપી કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.

આ પછી ગ્રામજનોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જોરાંડા પોલીસે કેસ નોંધીને પતિની ધરપકડ કરી હતી. પોલીસે ગુનામાં વપરાયેલ લોહીના ડાઘાવાળા હથિયાર પણ કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાને બે પુત્રો છે જેમાંથી એક પરિણીત છે, વધુ તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *