અવિશ્વસનીય! બાબા વેંગાએ 2022ને લઈને કરી હતી આ મોટી ભવિષ્યવાણીઓ, જેમાં બે તો સાચી પડી રહી છે…

છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વ માટે ઘણી આગાહીઓ સાંભળવામાં અને વાંચવામાં આવી છે. 2022ને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ(prophecies) પણ કરવામાં આવી છે. આ આગાહીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બુલ્ગારિયા(Bulgaria)ના રહસ્યવાદી બાબા વેંગા(Baba Vanga) દ્વારા કરવામાં આવી છે. બાબા વેંગાને નાસ્ત્રેદમસ(Nostradamus) લેવલના આગહીકાર માનવામાં આવે છે. બાબા વેંગા, સમગ્ર વિશ્વમાં તેમની આગાહીઓ માટે પ્રખ્યાત, એક રહસ્યવાદી હતા જેઓ તેમની આંખોથી જોઈ શકતા ન હતા. તે બલ્ગેરિયાની હતી અને તેણે આવી ઘણી આગાહીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ હતી.

હવે એવું લાગે છે કે તેની વધુ બે આગાહીઓ સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક આગાહી એ હતી કે કેટલાક એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયા પૂર આવશે અને આવું થતું જણાય પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં ભારે વરસાદ થયો હતો અને આ સમયે ત્યાં પૂર જેવી સ્થિતિ છે. આ સિવાય બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે, વિશ્વના ઘણા શહેરો પાણીની અછતથી પ્રભાવિત થશે અને એવું લાગે છે કે હવે તે યુરોપમાં પણ જોવા મળી રહ્યું છે. પોર્ટુગલમાં પાણીની અછત છે અને ભયંકર દુકાળ છે. ગરમી એટલી વધી ગઈ છે કે ઘણી જગ્યાએ જંગલમાં આગ લાગવાના કિસ્સા પણ સામે આવ્યા છે. તે જ સમયે, ઇટાલી 1950 ના દાયકા પછી સૌથી ખરાબ દુષ્કાળનું સાક્ષી છે. બાબા વેંગાની 2022ની બે ભવિષ્યવાણીઓ સાચી પડતી જણાય છે.

જાણો કોણ છે બાબા વેંગા?
બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેનું અવસાન થયું હતું. પરંતુ તેની આગાહીઓ આજે પણ સાચી પડી રહી છે. બાબા વેંગાના મૃત્યુ પહેલા 5079 સુધીની આગાહી કરી હતી, કારણ કે બાબા વેંગાના કહેવા મુજબ 5079 માં વિશ્વનો અંત આવશે. બાબા વેંગાએ આ બધી ભવિષ્યવાણીઓ લખી ન હતી, પરંતુ તેના અનુયાયીઓને કહીને ગયા હતા.

જ્યારે બાબા વેન્ગા જીવતા હતી, ત્યારે તેણે તેના જીવન વિશે ખુલાસો કર્યો હતો કે પવંડરે તેને ઉડાવી દીધા હતા અને તેને જમીન પર પછાડી દીધા હ, ત્યારબાદ તેનું જીવન બદલાઈ ગયું હતું. એક મોટા તોફાન દરમિયાન 12 વર્ષની ઉંમરે તેણે રહસ્યમય રીતે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તે પછી તેને ભવિષ્યમાં જોવા માટે ભગવાન તરફથી ખૂબ જ દુર્લભ ભેટ આપવામાં આવી હતી. 1996 માં જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે તેમણે આગાહીઓ કરી હતી 5079 માં વિશ્વનો અંત આવશે. સોવિયેત યુનિયનનું વિઘટન, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને 2004માં થાઈલેન્ડની સુનામી, ચેર્નોબિલ દુર્ઘટના અને બરાક ઓબામાના પ્રમુખપદ અંગેના તેમના દાવાઓ સાચા સાબિત થયા છે. બાબા વેંગાનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું.

2022 માટે કરવામાં આવી હતી આ આગાહી:
બાબા વેંગાએ 2022 માટે આગાહી કરી હતી કે 2022માં બીજો ભયંકર વાયરસ આવશે અને પછી વિશ્વમાં બીજી મહામારી આવશે. તેમણે આગળ કહ્યું ,કે દુનિયાની સામે ઘણી કુદરતી આફતો હશે, જે ગંભીર પૂર અને સુનામીના રૂપમાં હોઈ શકે છે. આ સિવાય તેણે એવી પણ આગાહી કરી હતી કે સાઈબેરિયામાંથી એક નવો અને જીવલેણ વાયરસ નીકળશે. તેણે એલિયન એટેક અને તીડના હુમલાની ચેતવણી પણ આપી હતી.

ઘણી આગાહીઓ સાચી પડી:
બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનું કહેવાય છે. 1989માં તેણે આગાહી કરી હતી કે અમેરિકા 2001માં સ્ટીલના બે પક્ષીઓ સાથે ટકરાશે. તેના અનુયાયીઓ માને છે કે તે 9/11ના હુમલાનો ઉલ્લેખ કરી રહી હતી. બાબા વેંગાએ દાવો કર્યો હતો કે 2017 સુધીમાં યુરોપનું ‘અસ્તિત્વ’ ખતમ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *