વિચિત્ર ઝઘડો: વિવાદ બાદ પતિએ દાંતથી કાપી નાખ્યા પત્નીના હોઠ, લેવા પડ્યા 16 ટાંકા

Husband wife fighting News: ઉત્તરપ્રદેશના મથુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક ગામમાં શુક્રવારના રોજ પત્ની અને પતિ વચ્ચે ઝઘડાએ એક ભયાનક વળાંક લીધો હતો. અહીંયા વિવાદ દરમિયાન પતિએ પોતાની પત્નીના હોઠ કથિત રીતે પોતાના દાંતથી (Husband wife fighting News) ચાવી કાઢ્યા હતા.

ત્યારબાદ મહિલા ને હોઠમાં 16 ટાંકા આવ્યા હતા. પોલીસે આ ઘટના વિશે જાણકારી આપી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિતા પોતાના પર થયેલા અત્યાચારને બોલીને જણાવી ન શકી હતી, તેના લીધે તેણે કાગળ પર આખી ઘટના લખીને આપી હતી. તેણે પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ઉત્પિડનનો કેસ નોંધાવ્યો છે.

પતિએ કરી મારપિટ
ઘટના વિશે જાણકારી આપતા પોલીસ સ્ટેશનના પ્રભારી મોહિતે જણાવ્યું હતું કે મહિલાનો આરોપ છે કે સાંજે તેનો પતિ ઘરે આવ્યો. ઘરે આવ્યા બાદ તે તેની સાથે ઝઘડો કરવા લાગ્યો અને શાંત રહેવા માટે કહેવા લાગ્યો અને મારપીટ પણ કરી હતી.

તેના જણાવ્યા અનુસાર મહિલાએ કહ્યું કે તે દરમિયાન તેણે અચાનક તેના બંને હોઠ પોતાના દાંત વડે ચાવી કાઢ્યા, ત્યાર બાદ લોહી વહેવા લાગ્યું હતું. ઘરે હાજર રહેલી તેની બહેન જ્યારે બચાવ માટે આવી તો તેને પણ માર માર્યો હતો. આ ઉપરાંત તેણે દાવો કર્યો છે કે આ પતિની કરતૂતની ફરિયાદ સાસુ અને દિયરને કરી તો તેને પણ ગાળો આપી મારી હતી.

પતિ સાસુ અને દિયર વિરુદ્ધ નોંધાયો કેસ
પોલીસે ઘટના વિશે આગળ જણાવ્યું કે આ વિશે જાણકારી મળતા પીડીતાના પિતા તેને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં તેણે પતિ વિષ્ણુ, સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલાના હોઠ પર 16 ટાંકા આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે પતિ-પત્નીમાં ઘરની બાબતને લઈને ઝઘડો થયો હતો. આ ઘટના બાદ પતિ, દિયર અને સાસુ ઘરેથી ગાયબ છે. પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.