કેરળ પોલીસે એક હત્યાના કેસને ઉકેલવા માટે એક અનોખો ડમી ટેસ્ટ કર્યો છે. ઉથરા હત્યા કેસની તપાસ કરી રહેલી તપાસ ટીમે ગુરુવારે સાપ અને પૂતળા સાથે ઘટનાસ્થળને ફરીથી સમગ્ર ઘટના રીપીટ કરી. ટીમે નિષ્ણાતો સાથે જાણવાનો પ્રયત્ન કર્યો કે જો સાપ સામાન્ય રીતે કરડે તો ઈજા કેવી રીતે થાય છે અને ઉશ્કેરવામાં આવે તો તે કરડે તો ઈજાનું નિશાન કેવું હોય છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 7 મેના રોજ ઉથરા નામની મહિલાનું તેના પતિના ઘરે સાપના કરડવાથી મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના પતિ સૂરજે જાણી જોઈને તેને સાપ કરડાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, સુરજે ચોરી છુપીથી એક કોબ્રા ખરીદ્યો હતો, જેનો ઉપયોગ તે ઉથરાને મારવા માટે કરતો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન સુરજે કબૂલાત કરી હતી કે તેણે બે સાપ ખરીદ્યા હતા, જેમાંથી એક કોબ્રા હતો. ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ડમી પ્રયોગમાં તપાસ ટીમે અનેક દૃશ્યોનું વિશ્લેષણ કર્યું હતું.
પહેલા તો સાપને ડમી પર રેન્ડમલી ઉતારવામાં આવ્યો. ડમી પર સાપને ઘણી વખત છોડ્યા બાદ પણ તેણે ડમીને કરડ્યો ન હતો. પછી બીજુ એક દૃશ્ય સાપના માથા પાસે ડમીનો હાથ લાવીને સાપને ઉશ્કેરવાનો હતો. આ તબક્કે પણ સાપ કરડ્યો નથી.
ત્રીજા પગલામાં, સાપના શરીર પર પ્રહાર કરવા માટે બનાવટી હાથનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સાપ ડમીને કરડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.