લગ્નના એક વર્ષમાં એવું તો શું થયું કે, પત્નીને મોતને ઘાટ ઉતારી પતી પણ કરી લીધો આપઘાત

સુરત(surat)માં આજકાલ આપઘાત અને હત્યા(Murder)ના કેસમાં ઘણો વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતના હજીરા સુંવાલી(Hazira Sunwali) ગામની એક ઘટના સામે આવી છે જેમાં જાણવા મળ્યું છે કે, એક યુવકે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી આપઘાત કરી લીધો હતો. સુરતના સુવાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલી ટાંકી પાસે રહેતા દંપતીનો મૃતદેહ મળીઆવેલ છે. પાડોશી દ્વારા રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. જયારે કોઈએ પણ દરવાજોન ખોલીયો તો રૂમની અંદર તપાસ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તપાસ દરમિયાન પતિનો મૃતદેહ લટકેલી હાલતમાં જયારે પત્ની જમીન પર પડેલી હાલતમાં મળી હતી. પાડોશીઓ દ્વારા પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ હજીરા પોલીસ ઘટના સ્થળ પર આવી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. હાલ તો પતિએ જ પત્નીની હત્યા કરી અને પોતે આપઘાત કરી લીધો હોવાની આંશકા કરવામાં આવી રહી છે. કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા અનિલ સાહુ તેમજ તેમની પત્ની ભારતી સાહુનો મૃતદેહ તેમના જ ઘરની અંદરથી મળી આવ્યો હતો.

નોકરીનો સમય થવાને કારણે તેના પાડોશી તેને બોલાવી રહ્યા હતા. પરંતુ અનિલ સાહુ દ્વારા ઘરનો દરવાજો ન ખોલવામાં આવતા પાડોશીએ દરવાજો જાતે ખોલી લીધો હતો. જયારે કહેવામાં આવી રહ્યું છે કે તે બંનેના લગ્ન થયાના એક વર્ષ પણ થયું નથી. મૃતકના ભાઇ સુનીલ સાહુએ જણાવ્યું છે કે, છત્તીસગઢથી તેના ભાઈ અને ભાભી કામકાજ માટે સુરત સુવાલીમાં રહેવા આવ્યા હતા.

બંને કરતા હતા મજૂરી: 
હજીરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ દવે દ્વારા જાણવા મળ્યું છે કે, છત્તીસગઢના રહેવાસી બંને પતિ-પત્ની રૂમમાં એકલા રહેતા હતા. પોલીસને તપાસ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. અને ત્યાર પછી આસપાસ રહેતા અને તેમના પરિવારના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળી આવેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *