નશામાં ધુત યુવતીએ જાહેરમાં ગાળોની બઘડાટી બોલાવી, પોલીસ આવે તે પહેલા જ…

જામનગર(ગુજરાત): આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ…

જામનગર(ગુજરાત): આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ પણ નશાના રવાડે ચઢી ગઈ છે. આવા અનેક કિસ્સા રોજબરોજ સામે આવતા રહે છે.

જોકે, પોલીસ મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દેવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં યુવતીએ દારૂ પીને જાહેરમાં ધમાલ કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં યુવતી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે તેને સાંભળીને માથું શરમથી ઝૂકી જાય.

મળતી માહિતી મુજબ, આ વિડીયો જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારનો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી. બાદમાં યુવતીએ જાહેરમાં જ ગાળોની રમઝટ બોલાવી દીધી હતી. આ દરમિયાન, અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે જોતા જ રહી ગયા હતા.

આ યુવતી મણ-મણની ગાળો બોલી રહી હતી. આ કારણે અહીંથી પસાર થતા લોકોએ શરમાવવું પડ્યું હતું. બાદમાં લોકોને ખબર પડી કે, યુવતી દારૂના નશામાં છે. આ જ કારણે તેને સમજાવવા માટે પણ કોઈ આગળ આવ્યું ન હતું. લોકોને ડર હતો કે સમજાવવાનો પ્રયાસ કરવા જતાં ક્યાંક તેમને ગાળો ન આપે!

આ જોઈને લોકોએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, પોલીસ આવે ત્યાં સુધીમાં યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. આ દરમિયાન, લોકોએ આ દ્રશ્યનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. દારૂ પીને જાહેરમાં ગાળો બોલવાનો આ વીડિયો હાલ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *