એવું તો શું થયું કે, પતિ એ જ પોતાની પત્નીનું નાક કાપી નાખ્યું- સમગ્ર ઘટના જાણીને કાળજું કંપી ઉઠશે

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી(Shivpuri) જિલ્લામાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકાના કારણે તેનું નાક કાપી નાખ્યું. યુવકે શાકભાજી કાપવાની છરી વડે પત્નીનું નાક કાપી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, જિલ્લાના બૈરડ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે રહેતી રેખા જાટવ નામની મહિલાને તેના પતિએ તેના ચારિત્ર્ય પર શંકાના કારણે શાકભાજી કાપવાની છરી વડે તેનું નાક કાપી નાખ્યું હતું. જો તેણીએ આ અંગે પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી પતિ બંટી જાટવ સામે ગુનો નોંધ્યો છે.

તે જ સમયે પીડિતાનું કહેવું છે કે તેનો પતિ બંટી ઘરે આવ્યો અને મને કહ્યું કે તું બીજા પાસે કેમ જાય છે. આમ કહી તેણે છરી વડે મારું નાક કાપી નાખ્યું અને મારી આંગળીઓ પણ કાપવાનો પ્રયાસ કર્યો.

નાક કાપ્યા પછી પતિએ પત્નીને ધમકી આપી હતી કે જો તે આ મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જશે તો તે તેને હું જાનથી મારી નાખીશ. તે જ સમયે, બૈરડ પોલીસ સ્ટેશનના પ્રભારી અરવિંદ ચૌહાણે જણાવતા કહ્યું છે કે લગભગ 6 દિવસ પહેલા પત્ની પતિને જાણ કર્યા વગર જ ઘર છોડીને કઈક ચાલી ગઈ હતી. પરત આવ્યા પછી પતિએ ગુસ્સામાં ચારિત્ર્ય પર શંકા કરી તેથી તેણે પત્નીનું નાક કાપી નાખ્યું હતું અને ત્યારબાદ આંગળીઓ પણ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *