Surendranagar Accident: સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર હિટ એન્ડ રન ઘટનામાં યુવાનનું મોત નિપજયું. પાણશીણા નજીક અજાણ્યા વાહનની બાઈકની (Surendranagar Accident) સાથે જોરદાર ટક્કર થઈ. બાઈક પર સવાર યુવાન ફંગોળાયો. હિટ એન્ડ રન ઘટનામં યુવાનને ગંભીર ઇજા થઈ અને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું. અકસ્માતમાં યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો.
પાણશીણા નજીક અકસ્માત
લીંબડી હાઇવે પર પાણશીણા નજીક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી. બાઈક પર સવાર યુવાન ઘાઘોસર ગામે પત્નીને તેડવા જતો હતો ત્યારે દુર્ઘટનાનો શિકાર થયો. માર્ગ પર પૂરપાટ વેગે આવતાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધું.
જેના બાદ યુવાન રસ્તા પર જોરથી પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થયો. યુવાનની હાલત જોતા પોલીસ કેસના ડરથી અકસ્માત સર્જનાર વાહનચાલક તરત જ ફરાર થઈ ગયો. સ્થાનિકોએ અકસ્માતની પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર આવી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી. હિટ એન્ડ રનની પ્રાથમિક તપાસમાં યુવાનનું નામ બેચરભાઇ સુરાભાઇ દેવીપૂજક હોવાનું સામે આવ્યું છે.
સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત નિપજયું
સાણંદ તાલુકાના કોદારીયા ગામનો વતની બેચરભાઈ નામનો યુવાન બાઇક લઇ પત્નીને તેડવા લીંબડી તાલુકાના ઘાઘોસર ગામે જતો હતો. ત્યારે આ ગોઝારી દુર્ઘટનાનો શિકાર થયો. પાણશીણા નજીક પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઈક ચાલક યુવાનને ટક્કર મારતાં અકસ્માત બનવા પામ્યો.
આ અકસ્માતમાં યુવાન ગંભીરપણે ઘાયલ થયો હતો. જો કે યુવાનને સારવા મળે તે પહેલા જ મૃત્યુ પામ્યો.પાણશીણા પોલીસે અકસ્માતને પગલે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App