સુરતમાં વધુ એક પતિ બન્યો હેવાન: દીકરીનો જન્મ થતાં પતિએ જ પત્નીને પીવડાવ્યું ઝેર

Surat News: એક મહિલાએ બીજી દીકરીને જન્મ આપતા પતિ અને તેની નણંદ ખૂબ નારાજ થયા હતા અને મહિલાને ઝેર પીવડાવી તેની હત્યા કરવાનો પ્રયાસ (Surat News) કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના પુણામાં પરણિતાના હત્યાના પ્રયાસથી ખળભળાટ મચી ગયો હતો.

પતિ અને નણંદે હત્યાનો પ્રયાસ કર્યાનો પરણિતાએ આરોપ લગાવ્યો હતો. પરણીતાએ આરોપ લગાવ્યો હતો કે બીજી દિકરીનો જન્મ થતા તેના પતિ અને નણંદે હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પત્નીનું મોઢું દબાવી, નણંદે ઝેર પીવડાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

બીજી દીકરી થતા પતિએ આપ્યું ઝેર
આ અંગે મળતી માહીતી મુજબ, ઉમરવાડામાં બીજી દીકરી થતાં પરણિતાનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પોતાના પતિ આકીબ યુસુફ અન્સારી અને નણંદ રોશન ઈકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. મહિલાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા.

પરણિતાએ બીજી દીકરીને જન્મ આપતા આકીબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા. 17 જાન્યુઆરીએ બપોરે પણ આ મામલે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદે મારી નાખવાનો પ્લાન બનાવી લીધો હતો. જે અનુસાર, પતિએ પત્નીનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા તેના મોઢામાં નાખી દીધી હતી. તેમજ આ મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે.

દીકરીનો ગુસ્સો પત્ની પર ઉતાર્યો
17મી તારીખે સવારે સાતેક વાગ્યાના અરસામાં દીકરીએ ઊંધમાંથી ઉઠીને રડી રહી હતી, જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો. આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરી તમાચા મારી દીધા હતા. આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો.