બિહાર(Bihar)માં કડકડતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં સ્વેટરની માંગ(Jacket demand) પણ ઝડપથી વધી છે. પરંતુ, છપરા(Chhapra)માં એક આવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ હેરાન રહી જશો. મામલો વૈશાલી(Vaishali) જિલ્લાનો છે જ્યાં પતિએ સ્વેટરની માંગ પૂરી ન કરવા પર પત્નીની હત્યા(Wife’s murder) કરી નાખી. મૃતકનું નામ રિતિકા કુમારી છે, જે છપરાના મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારના મંગાઈડીહ ગામની રહેવાસી હતી. રિતિકાના લગ્ન 8 મહિના પહેલા વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કાલી ચરણ સિંહ અને બુલબુલ સિંહ સાથે થયા હતા. મૃતકના પરિજનોનો આરોપ છે કે રિતિકાને લગ્ન બાદથી દહેજની માંગણી કરીને ત્રાસ આપવામાં આવતો હતો.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રિતિકાની હત્યાના 2 દિવસ પહેલા જ સ્વેટર માટે તેણીને ટોર્ચર કરવામાં આવી હતી, જેની જાણ તેણીએ માતાને કરી હતી. આ સંદર્ભે, વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં, મૃતકની માતા અને મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના મગાઈડીહ ગામની રહેવાસી અનીતા દેવીએ જણાવ્યું કે તેણે 2 મે, 2022ના રોજ પોતાની પુત્રીના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ નિવાસી ભોલા સિંહના પુત્ર કાલીચરણ સાથે કર્યા હતા.
સંબંધીઓના જણાવ્યા અનુસાર, લગ્નના સમયથી તેમની પુત્રીને ફોર વ્હીલર અને અન્ય સામાન માટે હેરાન કરવામાં આવી રહી હતી. દીકરી ઘરે ન પહોંચી શકે તે માટે મોબાઈલનો સિમ નંબર પણ બદલી નાખ્યો હતો. 7 મહિના પછી એટલે કે 2 જાન્યુઆરી 2023ના રોજ અચાનક સવારે 7:30 વાગ્યે સાસરિયાઓએ ફોન કરીને કહ્યું કે, તમારી દીકરીની તબિયત બગડી છે, જલ્દી આવો. જ્યારે વાસ્તવિકતા એ હતી કે જમાઈ અને ઘરના અન્ય સભ્યોએ મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. મૃતકની માતાએ જણાવ્યું કે, આનો પુરાવો મેડિકલ ટીમના અધિકારીઓએ સ્થળ પર જ જણાવવો પડશે.પોલીસે પણ તેને હત્યાનો મામલો ગણાવ્યો છે, કારણ કે ગળા પરના ડાઘ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
મૃતકની માતા અનીતા દેવીએ જમાઈ કાલીચરણ સહિત સાસુ કિરણ દેવી અને ભાભી કાજલ કુમારી અને ગુડિયા કુમારી પર આરોપ લગાવ્યા છે. અનીતા દેવીએ એ પણ જણાવ્યું કે, તેમની પુત્રીની હત્યાના એક-બે દિવસ પહેલા તેમના જમાઈએ જેકેટ માટે પણ તેણીને ટોર્ચર કરી હતી. મૃતકની માતાએ પોલીસ પ્રશાસન પાસે સાસરિયાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. પિતા નરેન્દ્ર કુમાર સિંહ અને ભાઈ આર્યન કુમાર સિંહે પણ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે અને સારણ પોલીસ પ્રશાસનને ન્યાય અપાવવાની અપીલ પણ કરી છે. નોંધનીય છે કે યુવતીની માતાએ જ વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને જમાઈ કાલીચરણની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.