ટેમ્પામાં માથું કપાયેલી લાશ લઈને ફરતો રહ્યો હતો હત્યારો, માથું હાથમાં પકડી… વાંચો ધ્રુજાવી દેતી ઘટના

Headless Dead Body Found In Pickup Vehicle, Chhattisgarh: છત્તીસગઢ (Chhattisgarh) ના સરનગઢ-બિલાઈગઢ જિલ્લાના ગાગોરી ગામમાં એક યુવક પીકઅપ વાહનમાં મૃતદેહ લઈને ફરતો હતો. ગ્રામજનોની સૂચના પર પોલીસે આરોપી ઉમાશંકર સાહુની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. તેણે સોમવારે રાત્રે રાયગઢમાં એક વ્યક્તિની હત્યા કરી, પછી લાશને કારમાં રાખીને ગામ પહોંચ્યો. હાલમાં કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ થઈ નથી. મૃતદેહનો ફોટો તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે. મૃતદેહ પાસે તિક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યું છે, જેને જપ્ત કરવામાં આવ્યું છે.

ગાડીમાં મૃતદેહ જોતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાયગઢમાં હત્યા કર્યા પછી આરોપી મૃતદેહને ગગોરી ગામમાં લઈ ગયો અને તેની ફઈને બતાવીને કહ્યું કે, ‘જુઓ આજ હતો ને..’ આ વાત પરથી આશંકા લગાવામાં આવે છે કે, મૃતક વ્યક્તિ સાથે આરોપીની કોઈ જૂની દુશ્મની હશે, જેના કારણે તેણે હત્યાને અંજામ આપ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી યુવક ઉમાશંકર સાહુ એક રીઢો ગુનેગાર છે, જે જુટમીલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સંગીતત્રાઈ ગામમાં રહેતો હતો ત્યારે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પરશુરામ જયંતિના દિવસે તલવાર લહેરાવવાના કેસમાં તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ સામે અનેક ગુના નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *