પતિએ ભરબજારમાં ટેબલના ઘા ઝીંકી નિર્દયતાથી કરી પત્નીની હત્યા – જુઓ વિડીયો

ચીનમાં એક વ્યક્તિએ માત્ર એટલા માટે જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, કારણ કે તેણે અકસ્માત દરમિયાન ભાગવા માટેનો વિરોધ કર્યો હતો. ધોળે દિવસે બનેલી આ ઘટનામાં ત્યાં હાજર રહેલા લોકો માત્ર મૂકદર્શક બની રહ્યા. કોઈએ પણ તે મહિલાને બચાવવાની કોશિશ ન કરી.

ચીનમાંથી એક એવી ખબર સામે આવી કે જે સંબંધોમાં વધતી કડવાશ અને ક્રૂરતા ઉજાગર કરે છે. ચીનના શાંક્સી પ્રાંતમાં 31 ઓક્ટોબરે એક વ્યક્તિએ ધોળા દિવસે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. સૌથી દુઃખદ વાત એ છે કે, ત્યાં હાજર લોકો માત્ર મૂકદર્શક બની રહ્યા, તેમાંથી કોઈએ પણ મહિલાને બચાવવાની કોશિશ ન કરી.

જાણકારી અનુસાર, આરોપી પોતાની પત્ની સાથે ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં તેની ગાડીએ આગળ ચાલી રહેલા વાહનને ટક્કર મારી દીધી. જે પછી આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તેની પત્નીએ તે વાતનો વિરોધ કર્યો. માત્ર એટલી વાતથી જ આરોપી પતિ ગુસ્સે થઇ ગયો અને તે પોતાની પત્નીને નિર્દયતાથી મારવા લાગ્યો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે આરોપી તેની પત્નીને નિર્દયતાથી મારી રહ્યો હતો. મહિલા રોડ પર પડી અને દયા માટે ભીખ માંગી રહી છે. પરંતુ આરોપી તેને સતત મારતો રહે છે. પોલીસનું કહેવું એ છે કે તેણે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘટનાની તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ ઘટના સ્થળ પર હાજર લોકોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેનું કહેવું છે કે જો લોકોએ થોડી હિંમત બતાવી હોત હોત તો મહિલાનો જીવ બચી ગયો હોત. વીડિયોમાં સ્પષ્ટ નજર આવે છે કે, જે સમયે પતિ તેની પત્નીને માર મારી રહ્યો હતો ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતા. એક વ્યક્તિ આરોપીની પાછળ જ દેખાઈ રહ્યો છે, પરંતુ તે પણ તેને રોકવાની કોશિશ નથી કરતો.

ચીનમાં ઘરેલું હિંસાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. સરકારે આ સંદર્ભે 2015માં એક કાયદો પસાર કર્યો હતો. પરંતુ મહિલા અધિકારો માટે કાર્યરત સંગઠનો માને છે કે તેનાથી પરિસ્થિતિ બદલાઈ નથી.

આ કાયદો પસાર થઇ રહ્યો હતો ત્યારે ઓલ ચાઇના વુમન ફેડરેશન દ્વારા તેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનમાં દર ચાર મહિલામાંથી એક મહિલા ઘરેલું હિંસાનો સામનો કરી રહી છે. વાર્ષિક, હિંસા સબંધિત 40,000થી 50,000 ફરિયાદો કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *