બે સંતાનની માતાના આડા સબંધના વ્હેમમાં ચપ્પુના ઘા મારી કરી હત્યા કરી પિતાએ પણ ગળેફાંસો ખાઈ લીધો

ગુજરાતમાં દારૂબંધીની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે સુરતમાં એક પતિએ દારૂના નશામાં પત્નીની હત્યા કરી હોવાનો ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર, સુરતમાં રહેતી મોહિનીના લગ્ન સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેલા બાલુ સાથે થયા હતા. બાલુ તેની પત્ની સાથે દારૂ પીને અવારનવાર ઝઘડો કરતો હોવાના કારણે મોહિની થોડા સમય પહેલા જ તેના બે સંતાનોની સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.

મળતી મહ્હીતીત પ્રમાણે, પિયરમાં ગયા પછી પણ બાલુ મોહીનાના પિયરમાં જઈને દારૂના નશામાં ઝઘડો કરતો હતો અને મોહિનીને માર મારતો હતો. ધૂળેટીના દિવસે બાલુ દારૂના નશામાં મોહિનીના પિયરમાં ગયો હતો અને ત્યારબાદ બે સંતાનોને પોતાની સાથે લઈ જવા માટે મોહિની સાથે ઝઘડો કર્યો હતો. મોહિણીએ સંતાનોને લઇ જવાની મનાઈ કરતા બાલુએ મોહીની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાલુએ પત્નીના મોઢાના અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાના કારણે મોહિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવી હતી. હોસ્પિટલમાં મોહિનીનું ટૂકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

હાલમાં પોલીસે મોહિનીના પતિ બાલુ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની શોધખોળ કરી હતી. બીજીબાજુ બાલુએ પત્નીની હત્યા કરીને પોતાના શરીરે ઈજાઓ કરીને ભાડામાં મકાનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટન સ્થળ પર પહોંચી હતી અને બાલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *