સુરત: છોકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરવા બાબત મિત્ર એજ પોતાના મિત્રની હત્યા કરી નાખી

સુરતમાં લોકડાઉન વચ્ચે પણ ગુનાખોરો શાંતિ ન બેઠા હોય તેમ ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોટા વરાછામાં છોકરી સાથે વાત કરવાના મુદ્દે મિત્ર એ…

સુરતમાં લોકડાઉન વચ્ચે પણ ગુનાખોરો શાંતિ ન બેઠા હોય તેમ ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોટા વરાછામાં છોકરી સાથે વાત કરવાના મુદ્દે મિત્ર એ જ પોતાના મિત્રને રહેસી નાખ્યો છે. અમરોલી પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર પ્રેમ પકરણ માં યુવક ની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્મિત સોનાણી નામના યુવકને યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરવા મુદ્દે હર્ષિલ લાઠીયા નામના અન્ય પ્રેમી એ ચપ્પુ ના ઘા જીકી જાહેરમાં હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક અને હત્યારો યુવક સારા મિત્રો હતા પરંતુ છોકરી સાથે વાતચીતના મુદ્દે તેમની દોસ્તી દુશ્મનીમાં પરિણમી હતી. હત્યારો યુવક અને મૃતક બંને આવારા તત્વો સાથે ઉઠક બેઠક ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અમરોલી પોલીસે ઘટના નજરે જોનાર સ્મિત ના મિત્રની ફરિયાદ ના આધારે IPC ૩૦૨, ૫૦૪, ૫૦૬(૨), અને ગુજરાત પોલીસ એકટ 135(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *