પત્ની ગલેરીમાં બેઠી હતી, ને અચાનક પતિએ પાછળથી મારી દીધો ધક્કો, ત્રીજા માળેથી નીચે પટકાતા પત્નીનું મોત

ધોરાજી(ગુજરાત): ધોરાજીની ચિસ્તિયા કોલોનીમાં રહેતા એક દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હતો. પત્ની ઘરની ગેલેરીમાં બેઠી હતી ત્યારે પતિએ પત્નીને ધક્કો મારીને ત્રીજા માળેથી નીચે ફેકી દેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ધોરાજી પોલીસને આ અંગે જાણ થતા જ સ્થળ પર દોડી આવી હતી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા મહિનાથી ધોરાજીની ચિસ્તીયાનગર કોલીનીમાં રહેતા જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે ચાલતો હતો. ગઇકાલે સાંજે પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતો હતો. આ બોલાચાલીને કારણે પતિ ઈમ્તિયાઝે ગુસ્સામાં આવીને પત્ની જીન્નતબેન પોતાના ત્રીજા માળે આવેલા ઘરની ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેને ધક્કો મારીને નીચે ફેકી દીધા હતા. જીન્નતબેનનું ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું હતું.

પોલીસને ઘટના જાણ થતા ઘટનાસ્થળે આવીને મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે ઘટના બાદ તરત ચક્રો ગતિમાન કરીને હત્યારા પતિની થોડાક જ સમયમાં ધડપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે પતિની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકની બહેનું કહેવું છે કે, હું તો સૂતી હતી ત્યારે મારી નણંદની દીકરી મને બોલાવા આવી હતી. તમારી બહેન પડી ગઈ છે. તેમના ઘરે પહોંચી તો ખબર પડી કે, તેના પતિએ જ મારી બહેનને ધક્કો મારી દીધો હતો. ત્રીજા માળેથી ધક્કો મારી દીધો હતો. ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પછી મને ખબર નથી. આ બનાવ સવારે 6.30 વાગ્યે બની ગયો હતો. મહિલા ગેલેરીમાં મોબાઇલ પર ગીતો સાંભળતી હતી અને પાછળથી તેના પતિએ આવીને ધક્કો મારી દીધો હતો. પોલીસ સમક્ષ તેના પતિએ ધક્કો માર્યાની કબૂલાત કરી છે.

પોલીસ અધિક્ષક સાગર બાગમારના જણાવ્યા અનુસાર, પતિએ સવારે પત્નીને તેમના જ મકાન પરથી ધક્કો મારી દીધો હતો. આથી આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને ફરિયાદ નોંધવાની તપાસ શરુ કરી છે. પતિ-પત્ની વચ્ચે છેલ્લા 5થી 6 મહિનાથી પૈસા બાબતે ઝઘડો થતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *