હવે ભાજપના નેતાઓ જ કહી રહ્યા છે વેક્સીન લીધી તો મોત નક્કી છે- જાણો કોણે કરી આવી હરકત

સમગ્ર દેશમાં વેક્સીનેશનનું કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. કોરોનાથી બચવા આજે ઘણા લોકો વેક્સીન મુકાવી રહ્યા છે, તો ઘણા લોકો આજે પણ વેક્સીનની વિરોધમાં છે.…

સમગ્ર દેશમાં વેક્સીનેશનનું કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. કોરોનાથી બચવા આજે ઘણા લોકો વેક્સીન મુકાવી રહ્યા છે, તો ઘણા લોકો આજે પણ વેક્સીનની વિરોધમાં છે. પરંતુ PM મોદી દેશના દરેક લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યા છે. આજના સમયમાં કોરોના સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર છે. ત્યારે આવા સમય વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના મહિલા સભ્ય અને ભાજપના કોર્પોરેટર એવા મંજુલા ઠાકોરે વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે તેવા મેસેજ સોસીયલ મીડિયામાં ફરતા કર્યા છે.

આ અંગે મંજુલા બેને જણાવ્યું હતું કે, આ અંગે મને ખબર નથી. એકતરફ દેશમાં વેક્સીનેશનનું કાર્ય જોરશોરમાં ચાલુ છે અને આવા સમય વચ્ચે ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનની હેલ્થ કમિટિના સભ્ય જ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી રહ્યા છે કે, જો ‘વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે’. સોસીયલ મીડિયામાં આ ફોટો વાયરલ થતા મંજુલાબેન ઠાકોરે કહી દીધું છે કે, આ પોસ્ટ કોણે કરી તેની કોઈ જાણકારી મને નથી.

મંજુલા ઠાકોરે શેર કરેલા મેસેજમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કોરોનાને સૌથી મોટું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે. હાલ સોસીયલ મીડિયામાં ભાજપ કોર્પોરેટરનો એક સ્ક્રીન શોટ ફરતો થયો છે. સરસપુર- રખિયાલ પરિવાર નામનું વોટ્સએપમાં ગ્રુપ છે, જેનો સ્ક્રિનશોટ વાઇરલ થયો છે. આ ગ્રુપમાં ભાજપના સરસપુર વોર્ડના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોર દ્વારા વેક્સિન ન લેવી જોઈએ તેવો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. આ મેસેજમાં સાફ સાફ લખ્યું છે કે, કોઈ પણ વેક્સિન લેતા નહિ, કોરોનાની રસી લીધા પછી મોત નિશ્ચિત છે. આટલું જ નહિ, તેમાં એમ પણ લખ્યું હતું કે, કોરોનાએ એ સૌથી મોટું ષડયંત્ર છે. મેસેજમાં એવું પણ લખાયું હતું કે, આ મેસેજને ફોરવર્ડ કરજો, તમારી કુળદેવીના સોગંદ છે.

આ મેસેજ વાયરલ થતા ચારેબાજુ વાતો થઇ રહી છે કે, ભાજપના જ કોર્પોરેટરને વેક્સીન પર ભરોસો રહ્યો નથી. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ ભાજપ કોર્પોરેટર મંજુલાબેનની કોર્પોરેશનની હેલ્થ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ હેલ્થ કમિટી સમગ્ર અમદાવાદ શહેરનું ધ્યાન રાખવામાં માટે બનાવવામાં આવી છે, પરંતુ વાયરલ થયેલા આ મેસેજે ઘણા સવાલો ઉભા કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *