હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં લગ્ન થઇ ગયા બાદ પાન યુવક અને યુવતી કોઈ બીજા સાથે પરમ સંબંધમાં હોય છે અને આ પ્રેમ સંબંધનો અંત ક્યારેક મોતથી પણ આવે છે. અને ઘણીવાર પ્રેમી સાથે જલસા કરવા પણ ભારે પડે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભોપાલમાંથી સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નાગડા જંકશન ખાતેની એક બિલ્ડિંગની બહાર ઉગ્ર હોબાળો થયો હતો. જેમાં પોલીસ અને કેટલાક પત્રકારો સાથે એક મહિલા બિલ્ડિંગની બહાર નીકળી ગઈ. અહીં મહિલાએ તેના પતિને બીજી મહિલા સાથે પકડી પડ્યો હતો. પત્નીએ સાથી મિત્રની મદદથી દરવાજો ખટખટાવ્યો હતો.
થોડા સમય બાદ દરવાજો ખોલ્યો અને દરેકને આશ્ચર્ય થયું હતું. આ દરમીયાન પત્નીએ પતિ અને બીજી મહિલાને બહાર કાઢી હતી. પતિને આવી હાલતમાં જોયા પછી પત્નીનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો છે. જેને લઈને પત્ની દ્વારા પતિને લાકડી વડે માર પણ મારવામાં આવ્યો હતો.
પતિ-પત્ની ઔર વો નો કિસ્સો નજીકમાં ઉભેલા લોકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. પત્નીએ પતિને જ નહીં. પરંતુ, પતિ સાથે રહેતી મહિલાને પોલીસ સામે જ માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ત્રણેયને એક જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અહીં પોલીસ પતિ-પત્ની વચ્ચે સમાધાન પર પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.