રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરમાં શાસ્ત્રીમેદાનમાં પરિવાર સાથે સૂતેલી મહિલાને મોદી રાત્રે એક વ્યક્તિએ છેડતી કરી બીભત્સ માંગ કરી હતી. ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા તેના પતિ સહિતના અન્ય સભ્યો જાગી જતાં એ વ્યક્તિ રોષે ભરાયો હતો. અને મહિલાના પતિને પાઇપ વડે મારવા લાગ્યો હતો. મહિલાના પતિનું આ ઘટના બાદ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભરત ધારશીભાઇ વાઘેલા, તેના પિતા, માતા, પત્ની અને બાળકો સાતમ આઠમ નિમિત્તે રમકડાં વેચવા રાજકોટ આવ્યા હતા. આ પરિવાર ફૂટપાથ પર રમકડાં વેચી રાત્રે શાસ્ત્રીમેદાનમાં સૂઇ રહ્યો હતો. મંગળવારે મધરાતે ભરત અને તેના પરિવારના સભ્યો શાસ્ત્રીમેદાનમાં સૂતા હતા. તે દર્મોયન લગભગ રાત્રીના 2.30 વાગ્યે એક વ્યક્તિ ત્યાં આવી પહોચ્યો હતો. ત્યારે ભરતની પત્ની ઓઢીને સૂતી હતી. ત્યારે આરોપીએ તેનું ઓઢવાનું ખેંચી લીધું હતું અને તેના અડપલાં કરવાના શરુ કર્યા હતા. મહિલા અડપલાં થતાં જ જાગી ગઇ હતી ત્યારે તે વ્યક્તિ મહિલા પાસે બીભત્સ માંગ કરી હતી.
ત્યારબાદ મહિલાએ બૂમાબૂમ કરતા બાજુમાં જ સૂતેલો તેનો પતિ ભરત જાગી ગયો અને તેને આરોપીને ત્યાંથી દુર કર્યો હતો. આરોપીએ ધમકી આપતા જણાવ્યું હતું કે, પોતે નામચીન નિઝામનો ભાણેજ જાકીર છે અને બધાને મારી નાખશે તેવી ધમકી આપી પોતાની પાસે રહેલી છરીથી મહિલા અને તેના પતિ ભરત પર હુમલો કર્યો હતો. તેમજ ભરતને પાઇપના ઘા ઝીંક્યા હતા. જાકીર હુમલો કર્યા પછી ત્યાંથી ભાગી ગયો હતો. હુમલાની ઘટના બાદ ભરત વાઘેલા બેભાન થઇ જતાં સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.