મહિલા પોલીસકર્મીના પ્રેમમાં મોતનું તાંડવ: પ્રેમીના ઘરમાંથી મળી આવ્યા એક સાથે આટલા હાડપિંજર- પોલીસ પણ જોતી રહી ગઈ

Published on: 2:15 pm, Thu, 2 September 21

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં એક પુરુષે પોલીસ કર્મચારીના પ્રેમના સંબંધમાં તેના પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસે ખોદકામમાં આરોપીના ઘરમાંથી 3  હાડપિંજર મળી આવ્યા છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

આરોપીએ કથિત રીતે તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી. તેણે લગભગ 3 વર્ષ પહેલા આ ઘટનાને ભયાનક રીતે અંજામ આપ્યો હતો. તેણે ત્રણેયને ઘરમાં જ દફનાવી દીધા હતા અને ઉપરથી સિમેન્ટની દીવાલ બનાવી હતી. આરોપીએ તેની પત્ની અને બે બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ રાકેશ છે. તે યુપીના કાસગંજનો રહેવાસી હતો. બે મહિના પહેલા આરોપીએ તેના એક મિત્રની હત્યા પણ કરી હતી. આરોપીએ મૃતક સાથે પોતાનું ઓળખપત્ર પણ છોડી દીધું હતું, જેથી પોલીસ સમજે કે તેની પણ હત્યા કરવામાં આવી છે. આરોપી પોતાની ઓળખ છુપાવીને છેલ્લા ઘણા મહિનાઓથી રહેતો હતો.

તેમણે કહ્યું કે, બિશરખ સ્થિત રાકેશના ઘરમાં ખોદકામ દરમિયાન ત્રણ હાડપિંજર મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કાસગંજ પોલીસ પણ સ્થળ પર હાજર હતી. હાલમાં કાસગંજ પોલીસ રાકેશના મિત્રની હત્યાના કેસની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાઓમાં તેના પરિવારના સભ્યોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.