હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. અત્યાર સુધીના વલણો મુજબ, ટીઆરએસ હૈદરાબાદ નગર નિગમની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. ગણતરી સંબંધિત દરેક માહિતી અહી ઉપલબ્ધ છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ટીઆરએસને 42, ભાજપને 25, એઆઈઆઈઆઈએમને 37 અને કોંગ્રેસને 2 બેઠકો પર જીત મળી છે.
અત્યાર સુધીના વલણો અનુસાર, ટીઆરએસ 71 બેઠકોની લીડ સાથે પ્રથમ સ્થાને રહી છે, જ્યારે બીજા નંબર માટે ભાજપ અને ટીઆરએસ વચ્ચે રસાકસીની લડત છે. આ ચૂંટણીમાં ભાજપે સારુ પ્રદર્શન કર્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના નેતા અને પૂર્વ મેયર મોહમ્મદ મજીદ હુસેન, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ની મહેદીપટ્ટનમ વોર્ડમાંથી ચૂંટણી જીત્યા. ઓવેસીનું એઆઈએમઆઈએમ બીજા નંબરે છે, જ્યારે ભાજપ ત્રીજા નંબરે પહોંચ્યું છે.
શહેરના 30 સ્થળોએ સવારે 150 વાગ્યે તમામ 150 વિભાગમાં મતગણતરી શરૂ થઈ, જેમાં તેલંગાણા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 8,000 થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
બપોર સુધીના રુજાનને જોઇને બીજેપી નેતા સંબિત પાત્રાએ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આગામી 2023 વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપ સરકાર બનશે. બપોર સુધી પ્રાપ્ત વલણો મુજબ ટીઆરએસને નુકસાન થયું છે અને ગત ચૂંટણીની તુલનામાં ભાજપને ઘણો ફાયદો થયો હતો. પણ મત ગણતરી આગળ વધતા આ પરિણામ ફેરવાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle