ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહી છે Hyundai IONIQ 5 ઇલેક્ટ્રિક કાર, જાણો તેની ખાસિયતો 

દક્ષિણ કોરિયાની અગ્રણી કાર નિર્માતા કંપની Hyundai ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મચાવ્યા બાદ, Hyundai IONIQ 5 ઈલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ભારતમાં Hyundai IONIQ 5 ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. Hyundai એ Ionic 5 ને કંપનીની વેબસાઈટ પર લિસ્ટ કર્યું છે. આ કાર આવતા મહિને જૂનમાં લોન્ચ થશે.

Hyundai IONIQ 5ને ભારતમાં હ્યુન્ડાઈના ચેન્નાઈના પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. Ionic 5 Hyundaiના ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ પર બનેલ છે. ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ બેટરી ઇલેક્ટ્રિક વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ હ્યુન્ડાઈની દેશની પ્રથમ ઈ-જીએમપી કાર પણ હશે.

Ionic 5 ઇલેક્ટ્રિક SUVને રેટ્રો-ફ્યુચરિસ્ટિક લુક આપવામાં આવ્યો છે. આમાં, સપાટ સપાટીની સાથે બાહ્ય ભાગને ખૂબ આકર્ષક રાખવામાં આવ્યો છે. આ વાહનમાં એલઇડી લાઇટ્સ, 20-ઇંચ એરોડાયનેમિક સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ સહિત ઘણી સારી સુવિધાઓ મળશે.

Hyundai Ionic 57 ચોરસ DRL, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ, પિક્સલેટેડ ટેલ લાઇટ, સ્પોઇલર અને શાર્ક ફિન એન્ટેના સાથે LED હેડલેમ્પ્સ મેળવે છે. કારની કેબિનમાં યુનિવર્સલ આઇલેન્ડ ફિચરની મદદથી સેન્ટર કન્સોલને પાછળની તરફ સરકાવી શકાય છે. તેમાં ઈલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ આપવામાં આવી છે.

ઓટો નિષ્ણાતો કહે છે કે, Hyundai IONIQ 5 સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે અને ઓક્ટોબરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક કારની કિંમત 35 થી 40 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. Hyundai Ionic 5 ને RWD અને AWD સાથે 58 kW અથવા 72.6 kW નો બેટરી પેક આપી શકાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ IONIQ 5ને બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. એક વેરિઅન્ટમાં 58 kWhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ વાહન રીઅર વ્હીલ ડ્રાઇવ સાથે આવે છે. બીજો AWD વેરિઅન્ટ 72.6 kWh બેટરી સાથે ઓફર કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે, Ionic 5 ઇલેક્ટ્રિક કારને 10 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં માત્ર 20 મિનિટનો સમય લાગે છે. માત્ર 5 મિનિટના ચાર્જિંગ સાથે આ કાર 100 કિલોમીટર સુધી ચાલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *