મારામારી કરવામાં થઇ ગયા એટલા મશગુલ કે ગટરમાં પડ્યા તો પણ…

Boys Fight Video Viral: લડાઈ એ એક એવી બાબત છે જે ક્યાં કોની સાથે થઈ જાય તેનું કંઈ નક્કી હોતું નથી. લડાઈ તો તમે ઘણી બધી જોઈએ છે અને ઘણી વખત લોકો સાથે લડ્યા (Boys Fight Video Viral) પણ હશો. પછી તે ગમે તે હોય નરી આંખે જોઈ હોય કે વીડિયોના માધ્યમથી. પરંતુ શું તમે કોઈને ગટરમાં પડીને લડતા જોયા છે?

ગટરની વાત સાંભળતાની સાથે જ આપણે આપણું નાક અને મો બંને બંધ કરી લઈએ છીએ. પરંતુ સોશિયલ મીડિયા પર હવે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કંઈક આવું જ દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં બે વ્યક્તિઓ ગટરમાં લડાઈ કરતા દેખાઈ રહ્યા છે જેને બધા લોકો જોઈને આશ્ચર્યચકી થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ એક ગટરમાં પડીને એકબીજાને ખૂબ ખરાબ રીતે મારી રહ્યા છે. બંને એકબીજા ઉપર હુમલો કરી રહ્યા છે. ગટર ની અંદર પડવાને કારણે બંનેનું શરીર સંપૂર્ણ રીતે કાદવ થી ખરડાઈ ગયું છે. વિડિયો માં લગભગ 15 સેકન્ડ વિત્યા બાદ એક ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે. જે પોતાના હાથમાં સાવરના જેવી વસ્તુઓ લઈને આવે છે અને બંને લોકોને લડતા જોઈને એ વ્યક્તિ એ જાડુ થી જ તે લોકોની ધોલાઇ શરૂ કરી દે છે. ત્યારબાદ ઝઘડો કરી રહેલા બંને વ્યક્તિઓ માર ખાઈને ગટરમાંથી બહાર આવે છે. પછી બહાર આવતાની સાથે તે વ્યક્તિ રોડ ઉપર બંને લોકોની ડંડા વડે ખૂબ સારી એવી સર્વિસ કરે છે અને વિડિયો પૂરો થાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શન માં લખ્યું છે કે બે છોકરાઓ વચ્ચે ગટરમાં લડાઈ. આ વીડિયોને અત્યાર સુધી લગભગ ૯૦ હજારથી પણ વધારે ભુજ મળી ચૂક્યા છે અને 1,000 થી વધારે લાઇકસ મળી ચૂકી છે.

લોકો આ વિડીયો પર ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. યુઝરે લખ્યું કે શું મનોરંજન છે. આવું મનોરંજન તો પૈસા દેતા પણ જોવા ન મળે. બીજા વ્યક્તિએ લખ્યું કે આ જોઈને લાગી રહ્યું છે કે મેટર ખૂબ જ સિરિયસ છે. તો અન્ય એક વ્યક્તિ લખે છે કે લડાઈ પૂરી થયા બાદ આ લોકો ઘરે કેવી રીતે જશે. અને એક અન્ય યુઝર લખે છે કે આ વસ્તુ ખાલી ભારતમાં જ શક્ય છે. ભારત બહાર ન જવી જોઈએ.