પતિ સાસુ સાથે પરણી ગયો અને પત્નીને કહ્યું, તું મરી જા! અને પત્નીએ જે કર્યું…

હાલમાં જ અમદાવાદની આઇશાએ પતિના ત્રાસને લઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલો હજુતો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આઈશાની જેમ સુરતમાં શબનમ નામની પરિણીતાને તેનો પતિ તરછોડીને બીજા લગ્ન કરી લઇને આ પરણીતાને મરી જવાનું કહે છે. આ અંગે ન્યાય માટે આ પરિણીતા દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવે છે. પરિણીતાએ જણાવ્યું હતું કે, મારે બીજી આઇશા બનવું નથી; મારે જીવવું છે અને પતિ સાથે રહેવું છે, મારે ન્યાય જોઈએ છે.

લાલગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિએ પત્નીની માસી સાથે લગ્ન કરીને ઘરે લઈ આવ્યો અને પત્નીને મરી જવાનું કહ્યું હતું. ત્યારે પરિણીતાએ કહ્યું કે, મારે આઇશા નથી બનવું, મારે તો પતિ સાથે જ રહેવું છે, ન્યાય જોઈએ છે. મૂળ પશ્ચિમ બંગાળની શબનમ મલ્લીક હાલમાં નાગોરીવાડમાં રહે છે. સાડા છ વર્ષ પહેલા તેના લગ્ન નાસીમ મલ્લીક સાથે થયા હતા. તેને 4 વર્ષની એક દીકરી છે. ત્રણ દિવસ પહેલા ખબર પડી કે, નાસીમ માસી સાસુ સાથે લગ્ન કરીને તેને ઘરે લઈ આવ્યો છે.

વિરોધ કરતા શબનમને નાસીમે કહ્યું કે, તુ મને નથી જોઈતી. તુ મરી જા, તુ અભિ તક જીંદા કેસે હે. તુજે તો મર જાના ચાહિએ. તુને અભી તક સુસાઇડ નહીં કિયા. આ ઉપરાંત નાસીમના અન્ય સંબંધીઓ પણ હેરાન કરે છે. જયારે શબનમ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે તેની પાસેથી પોલીસ દ્વારા અરજી લેવામાં આવી છે. આ બાબતે શબનમે જણાવ્યું હતું કે, મારે સુસાઈડ નથી કરવું, મારે આઇશા નથી બનવું. મારે જીવવું છે. મારે પોતાના માટે અને મારી દીકરી માટે જીવવું છે. મારે ન્યાય જોઈએ છે. અ ઉપરાંત માસી પણ જતી નથી. મારો મારા પતિ સાથે સામાન્ય ઝઘડો થયો હતો. ત્યાં તેણે મને મારા માતા-પિતાના ઘરે મોકલી દીધી હતી.

લાલગેટ પીઆઈ યુ.એ.ડાભીએ જણાવ્યું હતું કે, શબનમના પતિએ માસી સાસુ સાથે લગ્ન કરી લીધા છે. શબનમ દ્વારા ફરિયાદ નથી આપવામાં આવી પરંતુ માત્ર અરજી કરવામાં આવી છે. અમે નાસીમ વિરુદ્ધ પગલાં લીધા છે. નાસીમે પોલીસને જણાવ્યું હતું કે, અમારામાં તો ચાર લગ્ન કરી શકાય છે. મે બીજા લગ્ન કર્યા અને હું બંનેને રાખવા તૈયાર છુ તો કોને શા માટે વાંધો હોવો જોઈએ.

અમદાવાદ આઈશા નામની પરિણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો. જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતા પતિ પરણીતાને આત્મહત્યા કરી લેવાનું કહેતો હતો. અને આત્મહત્યા પહેલાં પોતાનો વીડિયો મોકવા માટે કહ્યું હતું. જેથી થોડા દિવસો પહેલાં આ પરિણીતાએ એક વીડિયો બનાવી અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

પરિણીતાનો આત્મહત્યા કરતો વીડિયો વાઇરલ થયા બાદ આ અંગે આ પરિણીતાને ન્યાય આપવા માટે અનેક લોકો સામે આવી રહ્યા છે. આ મામલો તાજેતરમાં ચાલી રહ્યો છે. તે દરમિયાન અમદાવાદની આઇશાની જેમ સુરતની શબનમને પણ તેનો પતિ માનસિક ત્રાસ આપતો હતો અને આત્મહત્યા કરવા માટે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *