GFની બેસ્ટ ફ્રેન્ડ સાથે થઈ ગઈ ભૂલ
સવાલઃ હું મારી ગર્લફ્રેન્ડ સાથે આઠ વર્ષથી રિલેશનશીપમાં છું. જોકે, હવે હું તેની સાથે બિલકુલ એટેચમેન્ટ નથી અનુભવતો. મેં થોડા મહિના પહેલા જ તેની સાથે વાત કરવાની ચાલુ કરી હતી. જોકે, હવે તે મને ગમવા લાગી છે. તે પણ મને પસંદ કરે છે. સામાન્ય રીતે અમે દરેક દોસ્તો સાથે જ બહાર ફરવા માટે જતાં હોઈએ છીએ. જોકે, થોડા દિવસ પહેલા અમે બિલકુલ એકલાં હતાં અને અમારાથી ન થવાનું થઈ ગયું. હું જાણું છું કે મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને મને ખબર જ નથી પડતી કે આ વાતને હું મારી ગર્લફ્રેન્ડ સામે કહી રીતે કહું. અમારી વચ્ચે જે પણ થયું છે તે જાણીને તેને ખૂબ જ આઘાત લાગશે. શું હું તેની સાથે બ્રેકઅપ કરી લઉં કે પછી મારી આ ભૂલ વિશે કહી દઉં ?
મનમાં ચાલી રહી છે ગડમથલ
રચના અવત્રમણીનો જવાબઃ લોંગ ટર્મ રિલેશનશીપમાં ઘણી જ બાબતોનો ખ્યાલ રાખવો પડે છે. આવા સંબંધોમાં ઘણાં ઉતાર-ચડાવ આવે છે. લાંબા ગાળાના સંબંધોમાં માત્ર ફાઈનાન્શિયલ રોકાણ જ અગત્યનું નથી પરંતુ સમય તેમજ લાગણીઓનું રોકાણ પણ એટલું જ મહત્વનું છે. મને લાગી રહ્યું છે કે તમે તમારી ગર્લફ્રેન્ડને છેતરી છે અને હવે એ જ વાત તમને અંદરથી કોરી ખાઈ રહી છે. આમ કરવાનો તમને પસ્તાવો થઈ રહ્યો છે. તમારા મનમાં એ ગડમથલ ચાલી રહી છે કે હવે આ ભૂલ તમારી ગર્લફ્રેન્ડને જણાવવી કે નહીં?
પ્રેમમાં મહત્વના હોય છે કમિટમેન્ટ
સાચું કહું તો શું સાચું છે અને શું ખોટું એ તમને કોઈ જ જણાવી નહીં શકે. તમારે તમારી જાતને જ આ સવાલ પૂછવા પડશે. તમે તમારી ગર્લફ્રેન્ડને ભૂતકાળમાં જે વચનો અને કમિટમેન્ટ કર્યા હશે તે કેટલા મહત્વના હોય છે. એ તો તમારી જાતને જ જવાબ આપવો પડશે. સંબંધોમાં લાગણીઓ ખૂબ જ મહત્વની હોય છે અને તમારા સવાલ પરથી એવું લાગી રહ્યું છે કે તમને પીડા થઈ રહી છે કે તમે તમારી ગર્લફ્રેન્ડની લાગણીઓ સાથે રમત કરી.
સામે આવી પડકારભરી સ્થિતિ
જો તમે તેને તમારી ભૂલ જણાવશો તો તમારે તેના ગુસ્સા અને રોષનો ભોગ બનવું પડશે. જે સહન કરવા માટે તમારે માનસિક રીતે તૈયાર થવું પડશે. જો તમે તેને નહીં જણાવો તો હંમેશા તમારે દિલમાં એક દોષનો બોજ લઈને ફરવું પડશે અને મનમાં ડર પણ રહેશે કે જો તેને ખબર પડી ગઈ તો. આ તમારા માટે એક પડકારભરી સ્થિતિ છે. તમારે જ એ નક્કી કરવું પડશે કે કઈ સ્થિતિ માટે તમે તૈયાર છો?
જરા સમય લઈ વિચારો…
આ પછી તમે એ પણ લખ્યું છે કે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે આઠ વર્ષથી રિલેશનશીપમાં છુઓ અને હવે તમારી ગર્લફ્રેન્ડ સાથે એટેચમેન્ટ નથી. તમારે થોડો સમય રોકાઈને રાહ જોવાની જરુર છે. તમારે વિચારવાની જરુર છે કે હવે તમે તમારા સંબંધોને કયા સ્ટેજ પર લઈ જવા ઈચ્છો છો? રિલેશનશીપમાં ઘણાં જ ઉતાર-ચડાવ આવે છે પરંતુ તમે જે કર્યું છે તેના માટે તમે જવાબદાર માની રહ્યાં છો તો જરા સમય લઈ વિચારો. જરુર પડે તો કાઉન્સેલરની સલાહ લો અને પછી જ આગળ વધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.