AN-32 વિમાનમાં સવાર 13 વ્યક્તિઓ માંથી કોઈ પણ બચ્યું નથી, વાયુ સેનાએ કહ્યું…

ભારતીય વાયુસેનાના લાપતા થયેલા વિમાન AN-32માં સવાર એક પણ યાત્રી જીવિત ન હોવાની વાતનો સ્વીકાર ભારતીય વાયુસેનાએ ગુરૂવારે કર્યો હતો. ભારતીય વાયુસેનાએ પોતાની સત્તાવાર ટ્વીટર…

ભારતીય વાયુસેનાના લાપતા થયેલા વિમાન AN-32માં સવાર એક પણ યાત્રી જીવિત ન હોવાની વાતનો સ્વીકાર ભારતીય વાયુસેનાએ ગુરૂવારે કર્યો હતો. ભારતીય વાયુસેનાએ પોતાની સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આની જાહેરાત કરી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આઠ સભ્યોનું એક બચાવ દળ ક્રેશ સાઇટ પર પહોંચી ગયું છે જ્યાં એક પણ જીવંત શખ્સ મળ્યો નથી. એએન-32 વિમાનમાં સવાર થયેલા 13 કર્માચારીઓના પરિજનોને એક પણ વ્યક્તિ જીવિક ન હોવાની માહિતી આપી દેવામાં આવી છે.

ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું કે, AN-32 વિમાનના દુખદ ક્રેશમાં જે વાયુયોદ્ધાઓએ પ્રાણ ગુમાવ્યાં છે જેમાં જીએમ ચાર્લ્સ, એચ. વિનોદ, આર. થાપા, એ.તંવર, એસ. મોહન્તી, કે.કે. મિશ્રા, અનુપ કુમાર, શેરીન, એસકે સિંહ, પંકજ પુતાલી અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે. સાથે જ લખ્યું છે કે 3 જૂને થયેલા AN-32 વિમાના ક્રેશમાં પ્રાણ ગુમાવનાર તમામ બહાદૂર વાયુયોદ્ધાઓને વાયુસેના શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે અને પરિવારની સાથે છે.

ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશના સિયાંગ અને શી યોમી જિલ્લાઓના સીમા પર ગટ્ટે ગામ પાસે સમદ્ર તળથી 12,000 ફિટની ઊંચાઇ પર વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા કાટમાળ જોયા બાદ પર્વતારોહક દળમાંથી નવ કર્મચારી, સેનાના ચાર જવાનો અને બે અસૈન્ય પર્વતારોહીઓને રવાના કરવામાં આવ્યાં હતા. આઠ દિવસોના અભિયાન બાદ વાયુસેનાએ આ ક્રેશ થયેલા વિમાનને શોધવામાં સફળતા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *