Banana With Milk: હેલ્ધી ફૂડની વાત કરવામાં આવે તો કેળા અને દૂધ બંનેનું નામ ચોક્કસ લેવામાં આવે છે. આ બંને ફૂડ્સમાં શરીર માટે જરૂરી પોષક તત્વો હોવાનું કહેવાય છે. કેળા અને દૂધ (Banana With Milk) બંને ઇન્સ્ટન્ટ એનર્જી આપનારા ફૂડ્સ છે અને દરેક ઋતુમાં તેનું સેવન કરી શકાય છે. પરંતુ, હેલ્ધી હોવા છતાં કેળા અને દૂધનું એકસાથે સેવન કરવાથી નુકસાન પણ થઇ શકે છે. દૂધ અને કેળાનું કોમ્બિનેશન આ લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ક્યારે અને કોણે ન ખાવા જોઈએ કેળા અને દૂધ
આયુર્વેદ મુજબ કેટલીક પરિસ્થિતિઓમાં અને અમુક બીમારીઓથી પીડાતા લોકોએ કેળા અને દૂધનું એકસાથે સેવન ન કરવું જોઈએ. આનાથી તેમને ગંભીર નુકસાન થઈ શકે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે. આવો જાણીએ કે કયા લોકોએ કેળા અને દૂધ એક સાથે ન ખાવા જોઈએ.
પાચનશક્તિ નબળી હોય તેવા લોકો
જે લોકોને વારંવાર પાચનની સમસ્યા રહે છે તેમણે દૂધ અને કેળાનું સેવન ટાળવું જોઈએ. એક સાથે દૂધ-કેળા ખાવાથી પાચનશક્તિ સંપૂર્ણપણે બગડી શકે છે અને તમને પાચન સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
અસ્થમાના દર્દીઓ
અસ્થમાથી પીડિત લોકોએ ક્યારેય દૂધ અને કેળાનું સેવન ન કરવું જોઈએ. આ બંનેના સેવનથી કફ અને ખાંસીની સમસ્યા થઈ શકે છે. કફ બનવાથી અસ્થમાના લક્ષણો ટ્રિગર થઇ શકે છે. તેથી, તેમને એક સાથે ખાવાનું ટાળવું જોઈએ.
એલર્જી
કેળા અને દૂધનું કોમ્બિનેશન એલર્જીક રિએક્શન્સમાં વધારો કરી શકે છે. આ ફોલ્લીઓ, ખંજવાળ અને સ્કિનની અન્ય એલર્જીમાં વધારો કરી શકે છે. એટલા માટે આ લોકોએ કેળા અને દૂધને એકસાથે ખાવાનું ટાળવું જોઈએ.
સાઇનસની સમસ્યાથી પીડાતા લોકો
સાઇનસની સમસ્યામાં પણ ખાવા-પીવાની ખાસ કાળજી રાખવી પડે છે. કેળાનું દૂધ સાથે સેવન કરવાથી સાઇનસની સમસ્યા વધી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App