વિશ્વ હિન્દુ પરિષદ ના પૂર્વ આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ એક મહત્વનું નિવેદન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ભાજપ અને આરએસએસ ને રામ મંદિર મુદ્દે નિશાના પર લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી ની જોડી ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દે ભાજપને છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા પર લાવ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી સાથેના ખટરાગ અને રામ મંદિર મુદ્દે નરેન્દ્ર મોદીએ કશું નથી કર્યું તેવા આરોપ સાથે છેલ્લા કેટલાય સમયથી પ્રવીણ તોગડીયા ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ માંથી પ્રવિણ તોગડીયા નો સિક્કો ન ચાલવા પાછળ નરેન્દ્ર મોદી અને આર.એસ.એસ નો હાથ છે.
ઇન્ડિયા ટુડે માં છપાયેલા અહેવાલ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ માથી અલગ થયેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનાર પ્રવિણ તોગડીયા એ ભાજપ અને આરએસએસ પર હુમલો કરતા કહ્યું છે કે આ લોકોની નિયત નથી કે રામ મંદિર બને. તેમણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મારી દોસ્તી છેલ્લા 43 વર્ષથી તેમની સાથે છે. પરંતુ મારી જાણ છે ત્યાં સુધી તેમણે ક્યારેય ચા વેચેલી નથી કે પછી ચા વેંચતા જોયા નથી નરેન્દ્ર મોદીએ ચા વેચવાવાળા ની છબી ઉભી કરીને દેશની જનતા પાસેથી સહાનુભૂતિ મેળવી છે.
તોગડીયાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નિવેદન અને આરએસએસ નેતા ભૈયાજી જોશી ના નિવેદન સ્પષ્ટ કરી દીધું છે કે આગલા પાંચ વર્ષ સુધી તેઓ રામ મંદિર બનવા માગતા નથી. ભાજપ અને આરએસએસના લોકોએ ૧૨૫ કરોડ ભારતીયોને અંધારામાં રાખ્યા છે પરંતુ હવે દેશના હિંદુઓ જાગી ગયા છે.
પ્રવીણ તોગડિયાએ એક જાહેરાત પણ કરી હતી કે ૯ ફેબ્રુઆરીએ તેઓ હિન્દુઓ માટે એક નવો રાજનૈતિક પક્ષ ની જાહેરાત કરશે જો તેમની પાર્ટી જીતી જશે તો તેઓ આગલા જ દિવસથી શરૂ કરી દેશે.
નરેન્દ્ર મોદી પર નિવેદન આપતા તેમણે કહ્યું કે જો તેઓ તે બાબતે અડધી રાત્રે આવી શકતા હોય તો મંદિર બનાવવા માટે આવું કેમ નથી કરતા. જો વડાપ્રધાન મોદી બીજી વાર પ્રધાનમંત્રી બન્યા તો પણ પાકું જ છે કે તેઓ રામ મંદિર નહીં બનાવે.