સોસીયલ મીડિયામાં મહિલા IAS અધિકારીના આ બેલ્ટે મચાવી ધૂમ- કિંમત જાણી આંખે અંધારા આવી જશે

સોશિયલ મીડિયા(Social media) પર હંમેશા કોઈને કોઈ બાબતને લઈને ગરમાગરમીનું વાતાવરણ જોવા મળે છે. ક્યારેક કોઈની તસવીર હેડલાઈન્સ (Headlines)માં રહે છે, તો ક્યારેક કોઈનો વીડિયો ધૂમ મચાવતો રહે છે. આ એપિસોડમાં, એક મહિલા IAS ઓફિસર આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. તે પણ ખાલી બેલ્ટના કારણે. તમે વિચારતા જ હશો કે બેલ્ટના કારણે, તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આ સામાન્ય બેલ્ટ નથી પરંતુ ખૂબ જ મોંઘો બેલ્ટ છે.

આ મહિલા IAS ઓફિસરનું નામ સોનલ ગોયલ છે. સોનમ ગોયલ મૂળ હરિયાણાના પાણીપતની છે. તેણે દિલ્હીની ડીએવી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. ત્યાર પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. બી.કોમ ઓનર્સ કર્યા પછી, સોનલએ યુપીએસસીની તૈયારી શરૂ કરી અને વર્ષ 2008માં તેણે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી અને 13મો રેન્ક મેળવ્યો. તેમને ત્રિપુરા કેડર મળી છે. વર્ષ 2016 માં, તેણી 4 વર્ષ માટે પ્રતિનિયુક્તિ પર હરિયાણા કેડરમાં જોડાઈ હતી. ફિલાહલ, સોનલ ત્રિપુરા ભવનમાં સ્પેશિયલ રેસિડેન્ટ કમિશનર તરીકે પોસ્ટેડ છે. સોનલ છેલ્લા 13 વર્ષથી સરકારી અધિકારી તરીકે દેશની સેવા કરી રહી છે.

સોનલ ગોયલ હેડલાઇન્સમાં:
IAS સોનલ ગોયલ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ મોંઘો બેલ્ટ પહેરેલી જોવા મળી રહી છે. લોકો દાવો કરી રહ્યા છે કે આ બેલ્ટની કિંમત 71 હજાર રૂપિયા છે. બેલ્ટના લોગોને જોતા એવું લાગે છે કે તે ગુચી બ્રાન્ડનો છે. આ કંપની ઈટાલીની છે. IAS સોનલ ગોયલની એક વેબસાઇટ પણ છે. જ્યાં તેમના વિશેની તમામ માહિતી શેર કરવામાં આવે છે. ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે. IAS સોનલ ગોયલને ઇન્સ્ટાગ્રામ પર સાત લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેમજ લગભગ 3.5 લાખ લોકો તેને ટ્વિટર પર ફોલો પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *