વિરાટ કોહલી વિરુદ્ધ ICCની મોટી કાર્યવાહી: ફટકાર્યો દંડ, જાણો વિગતે

Virat Kohli: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિરાટ કોહલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે સેમ કોન્સ્ટાસને ખભો ટકરાવવા બદલ તેની મેચ ફીના 20% દંડ (Virat Kohli) અને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ ઘટના બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે (26 ડિસેમ્બર) બની હતી.

કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો
એટલે કે આ નિર્ણયને કારણે કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો છે. કોહલીને ICC આચાર સંહિતા (CoC)ની કલમ 2.12 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ અંતર્ગત ક્રિકેટમાં કોઈપણ પ્રકારના અયોગ્ય શારીરિક સંપર્ક પર પ્રતિબંધ છે. જો ખેલાડીઓ ઈરાદાપૂર્વક/અવિચારી રીતે અન્ય કોઈ ખેલાડી અથવા અમ્પાયરને ટક્કર મારે છે અથવા તેની સાથે દોડે છે, તો તેમને દંડ અથવા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

અમ્પાયરે મામલો શાંત પાડ્યો
આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી અને 11મી ઓવર વચ્ચેના બ્રેક દરમિયાન બની હતી. ત્યારબાદ સેમ કોન્સ્ટાસ જ્યારે ભારતીય ખેલાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોહલીના ખભા પર વાગ્યો હતો. કોન્સ્ટેસને આ બિલકુલ પસંદ ન આવ્યું અને તેણે કોહલીને કંઈક કહ્યું. અમ્પાયર અને ઉસ્માન ખ્વાજે કોઈક રીતે મામલો શાંત પાડ્યો હતો.

ગુસ્સામાં સેમ કોન્સ્ટાસને ખભો માર્યો
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ગુસ્સામાં સેમ કોન્સ્ટાસને ખભો માર્યો હતો. જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે મેદાન વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. મેચ ખતમ થતાં જ વિરાટ કોહલી મેચ રેફરી સામે હાજર થયો અને પોતાની ભૂલ સ્વીકારી હતી. જે બાદ રેફરીએ કોહલીએ મેચ ફીસના 20 ટકા દંડ ફટકાર્યો છે. રવિ શાસ્ત્રીએ પણ કોહલીના આ વર્તનનો વિરોધ કર્યો હતો અને તેની કોઈ જરૂર ન હોવાનું નિવેદન આપ્યું હતું.