Jewellery Designing Institute: Ideal Institute of Design, Surat દ્વારા યોજાયેલી Alumni Meet 4.0 દરમિયાન એક મહત્વની જાહેરાત કરવામાં આવી (Jewellery Designing Institute) હતી કે સંસ્થાના 200થી વધુ વિદ્યાર્થીઓએ સ્કિલ આધારિત જ્વેલરી ડિઝાઇનિંગ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને હવે તેઓ પોતાનું ભવિષ્ય સ્વરોજગાર દ્વારા ઘડવા માટે તૈયાર છે.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી, પરંતુ કુશળતા આધારિત શિક્ષણ અનિવાર્ય બની ગયું છે. આ સંસ્થાએ જ્વેલરી ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ સાથે વિદ્યાર્થીઓને નવી દિશા આપી છે. કોર્સ પૂર્ણ કરનારાં વિદ્યાર્થીઓએ ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ નોકરીઓ, ફ્રીલાન્સિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ જોબ વર્ક તથા ઓનલાઇન પ્લેટફોર્મ્સ મારફતે પોતાનું કારકિર્દીનું માર્ગ તૈયાર કર્યું છે.
પ્રસંગે Kalista Jewels (India) Pvt. Ltd. ના સ્થાપક અને ચેરમેન મહેશ મણગુકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, ઉદ્યમિતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તકો વિષે પ્રેરણાદાયક સંવાદ આપ્યો હતો.સાથે જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સંસ્થાના સ્થાપક જીગર પિપળિયા જણાવ્યું કે, “અમે માત્ર ડિગ્રી પર ભાર નથી આપતા, પણ પ્રેક્ટિકલ પ્લાનિંગ અને માર્કેટ-ઓરિએન્ટેડ ટ્રેઇનિંગ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર કરીએ છીએ. અમારું લક્ષ્ય એ છે કે વિદ્યાર્થી પોતે પોતાને આત્મનિર્ભર બનાવી શકે.”
Ideal Institute of Design અનેક વર્ષોથી જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પ્રેક્ટિકલ નોલેજ, લાઈવ પ્રોજેક્ટ્સ અને માર્ગદર્શન સાથે શ્રેષ્ઠ તાલીમ આપતી સંસ્થામાંથી એક બની ચૂક્યું છે.
આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે સ્મૃતિઓ વહેંચી, નવા સંબંધો ગાંઠ્યા અને પ્રેરણાદાયક વાતાવરણ માણ્યું. Alumni Meet 4.0 તેમની કારકિર્દીના માર્ગમાં એક યાદગાર મોમેન્ટ બની રહ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App