યુનીવર્સીટીઓના નામે બોગસ સ્ટડી સેન્ટરોમાં અભ્યાસ કરવા જતા પહેલા ચેતજો

IDT Surat- Institute of design and Technology LLP: સુરતના વેસુ વિસ્તારમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT Surat- Institute of design and Technology LLP) નામનું યુનીવર્સીટીના નામે ડીગ્રી આપતું બોગસ સ્ટડી સેન્ટર ચાલી રહ્યું છે. અમદાવાદની ખાનગી સિલ્વર ઓફ યુનિવર્સિટીની બી.વોક ઇન ફેશન ડિઝાઇન અને બી.વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇન કોર્સની ડિગ્રી આપે છે.નિયમ અનુસાર ખાનગી યુનિવર્સિટી કોઈપણ કોલેજ અથવા ઇન્સ્ટિટયૂટ સાથે જોડાણ કરી શકે નહીં અને રેગ્યુલેટરી બૉડીઝની મંજૂરી વગર ઓફ-કેમ્પસ સ્ટડી સેન્ટર શરૂ કરી શકે નહીં. આ ઇન્સ્ટિટયૂટ દ્વારા નર્મદ યુનિવર્સિટી પાસેથી IDT Surat દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી પણ લેવામાં આવી નથી. તેમ છતાં પણ નર્મદ યુનિવર્સિટીની બોગસ સ્ટડી સેન્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

IDT ડિઝાઇન એન્ડ ટેકનોલોજી નામનું ચાલતું બોગસ સ્ટડી સેન્ટર

વેસુ વિસ્તારમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, આઇડીટી નામની સંસ્થા દ્વારા બેચલર ઓફ વોકેશનલના ડિગ્રી કોર્સ ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા બી.વોક ઇન ફેશન ડિઝાઇન અને બી.વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇન કોર્સ માટે અમદાવાદની ખાનગી યુનિવર્સિટી સિલ્વર ઓક યુનિવર્સિટીની ડિગ્રી આપવામાં આવે છે. નિયમ અનુસાર ખાનગી યુનિવર્સિટી કોઈપણ કોલેજ અથવા ઇન્સ્ટિટયૂટ સાથે જોડાણ કરી શકે નહીં તેમજ રેગ્યુલેટરી બૉડીઝની મંજૂરી વગર ઓફ-કેમ્પસ સ્ટડી સેન્ટર શરૂ કરી શકે નહીં. આ ઇન્સ્ટિટયૂટ દ્વારા નર્મદ યુનિવર્સિટી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી પણ લેવામાં આવી નથી.

બી.વોક ઇન ફેશન ડિઝાઇન અને બી.વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇનના કોર્સ ચાલે છે

વેસુ વિસ્તારમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, આઇડીટી દ્વારા ગત વર્ષથી અમદાવાદની ખાનગી યુનિવર્સિટી સિલ્વર ઓફ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. વિદ્યાર્થીઓને અહીં સુરતમાં બી.વોક ઇન ફેશન ડિઝાઇન અને બી.વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇનના કોર્સ ભણાવવામાં આવે છે અને ડિગ્રી અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીની આપવામાં આવે છે તેવું ઇન્સ્ટિટયૂટના કાઉન્સેલરે જણાવ્યું હતું.

400થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં અમદાવાદની ખાનગી યુનિવર્સિટી દ્વારા ગેરકાયદેસર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેને કારણે આ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નર્મદ યુનિવર્સિટી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી પણ લેવામાં આવી નથી.

યુનિવર્સિટી દ્વારા માત્ર બે સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, આઇડીટી કે સિલ્વર ઓક યુનિવર્સિટી તરફથી મંજૂરી માટે કોઈપણ જાણ કરવામાં આવી નથી. યુનિવર્સિટી દ્વારા માત્ર બે સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં આહવાની એસ.એસ માલા અને ધરમપુરની રાજચંદ્ર સંસ્થાનો સમાવેશ થાય છે.

ખાનગી યુનિવર્સિટીઓએ ઓફ-કેમ્પસ કેન્દ્રો શરૂ માટે એક્ટ, ૨૦૦૯ની જોગવાઈઓ :

ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, ૨૦૦૯ના ચેપ્ટર-2 માં એસ્ટાબ્લિશમેન્ટ ઓફ યુનિવર્સિટીના જોગવાઈ ૩(૪) અનુસાર ડિગ્રી, ડિપ્લોમા અને તેમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવા માટે અન્ય કોઈ કૉલેજ અથવા ઇન્સ્ટિટયૂટને સંલગ્ન કરી શકાશે નહીં.

જોગવાઈ ૪(ઇ) અનુસાર રાજ્યની ઓફ-કેમ્પસ કેન્દ્રો, સ્ટડી સેન્ટરો અને પરીક્ષા કેન્દ્રોની સ્થાપના કરવા માટે રેગ્યુલેટરી બૉડીઝની પરવાનગી લેવાની રહેશે. રેગ્યુલેટરી બૉડીઝ જેવી કે UGC, AICTE, NCTE, MCI, PCI, NAAC, ICAR, DEC, CSIR.

ઓફ કેમ્પસ કેન્દ્રો શરૂ કરવા અંગેની યુજીસીની પાંચમી માર્ચ, 2024ની જાહેર નોટિસ

ખાનગી યુનિવર્સિટીઓએ ઓફ-કેમ્પસ કેન્દ્રો શરૂ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા પાંચમી માર્ચ,2024ના રોજની પબ્લિક નોટિસ અનુસાર યુજીસી અને રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી ખાનગી યુનિવર્સિટીઓને ઓફ-કેમ્પસ કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી આપે છે. યુજીસીની બેઠકમાં ઑફ-કેમ્પસ કેન્દ્રની સ્થાપના કરવાની દરખાસ્તો પર વિચારણા કરવા મંજૂરી આપી હતી. જેને પગલે ઓફ-કેમ્પસ કેન્દ્રો શરૂ કરવા માટે દરખાસ્ત કરી શકાશે.

યુનિવર્સિટી પાસે ઓફ- કેમ્પસ કેન્દ્રો શરૂ કરવાની પરવાનગી નથી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા બી.વોક ઇન ફેશન ડિઝાઇન અને બી.વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇન કોર્સ માન્ય છે. આથી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, 2009અનુસાર ઓફ કેમ્પસ કેન્દ્રો શરૂ કરવા માટે યુજીસીની પરવાનગી મેળવવી જરૂરી છે અને યુજીસી દ્વારા પાંચમી માર્ચ,2024 ઓફ-કેમ્પસ કેન્દ્રો શરૂ કરવાની દરખાસ્ત હજુ મંગાવાની શરૂઆત કરી છે. હાલમાં ખાનગી યુનિવર્સિટીઓ પાસે ઓફ-કેમ્પસ કેન્દ્રો શરૂ કરવાની પરવાનગી નથી.

સુરતમાં વર્ષ 2016-2017 દરમિયાન 25 જેટલા બોગસ સ્ટડી સેન્ટરો ચાલતા હતા. સિન્ડિકેટ સભામાં પોલીસ કેસ કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ નર્મદ યુનિવર્સિટી દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નહી હતી.