અમેરિકાની ધરતી પર વધુ બે ભારતીયોને મળ્યું ધ્રુજાવી દેતું મોત, વિદ્યાર્થીનું મૃત્યુ થતા ચોધાર આંસુએ રડી પડ્યો પરિવાર

America News: ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેલંગાણાના બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.…

America News: ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેલંગાણાના બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. બંને યુવકો ત્યાં ભણતા હતા. અકસ્માત અંગે બંને યુવકોના પરિવારજનોને(America News) જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 19 વર્ષીય નિવેશ મુક્કા અને ગૌતમ કુમાર પારસીનું શનિવારે રાત્રે પિયોરિયામાં મૃત્યુ થયું હતું.

અમેરિકામાં 2 ભારતીય વિદ્યાર્થીના મોત
માર્ગ અકસ્માતમાં વધુ બે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે એરિઝોના રાજ્યના કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર 20 એપ્રિલે સાંજના સમયે બે કારો વચ્ચે ટકકર થઈ હતી. પોલીસે કહ્યુ હતુ કે,અકસ્માતનુ કારણ તો જાણવા નથી મળ્યુ પણ તેમાં બે વ્યકિતઓના મોત થયા છે અને તેમની ઓળખ ભારતીય વિદ્યાર્થીઓ તરીકે થઈ રહી છે.’પોલીસે માહિતી આપી હતી કે, મરનાર વિદ્યાર્થીઓ પૈકી એકનુ નામ નિવેશ મુકકા અને બીજાનુ નામ ગૌતમ પારસી છે.

આ બંને વિદ્યાર્થીઓ તેલંગાણા રાજ્યના છે અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા. તે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેટ હાઈવે પર સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.

પરિવારએ મૃતદેહને ઘરે લાવવા માટે ભારત સરકારને મદદની અપીલ કરી
અકસ્માત સમયે બંને મિત્રો સાથે યુનિવર્સિટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી એક કારે તેમના વાહનને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં નિવેશ અને ગૌતમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.નિવેશના માતા-પિતા નવીન અને સ્વાતિ વ્યવસાયે ડોક્ટર છે. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોએ મૃતદેહને ઘરે લાવવા માટે ભારત સરકારને મદદની અપીલ કરી છે.

આ બંને વિદ્યાર્થીઓના પરિવાર પર તેમના મોતની ખબર સાંભળ્યા બાદ આભ તુટી પડ્યુ છે. પરિવારોએ ભારત સરકારને વિદ્યાર્થીઓના મૃતદેહ ભારત પાછા લાવવા માટે અપીલ કરી છે.