કોરોના વાઇરસનો દર્દી તમારી નજીકમાંથી પસાર થાય તો તમને ઈન્ફેક્શન લાગવાના ચાન્સ કેટલા – જાણો અહીં

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ત્યારે કોરોના વાયરસને લઈને એક ચોકાવનારો સર્વે બહાર પાડવામાં આવ્યો છે. મનુષ્યના વાળથી પણ 900 ગણો સૂક્ષ્મ એવો કોરોના વાયરસ આ સમયે ઝડપથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પ્રવેશી રહ્યો છે. વિશ્વના 60 દેશોમાં કોરોના વાઇરસના કેસ નોંધાઈ ચૂક્યા છે, પરંતુ કોરોના વાયરસ ચોક્કસ કઈ રીતે ફેલાય છે તેની ડોક્ટર્સ અને એક્સપર્ટ્સને ખુબ ઓછી માહિતી છે. આ વાયરસને લઈને આખા વિશ્વમાં ડરનો માહોલ ફેલાયેલો છે, ત્યારે તે ખરેખર કઈ રીતે ફેલાય છે તેની થોડીઘણી માહિતી પણ જાણવી જરુરી છે.

કોરોના વાઇરસનો દર્દી તમારી નજીકમાંથી પસાર થાય તો?

તમારા મગજમાં એવા સવાલો ચાલતા હશે કે, તમે કોઈ ભીડભાડ વાળી શેરીમાં જઈ રહ્યા છો, કે પછી તમે જે-કોઈ દુકાને અથવા કોઈ સ્થળે ગયા ત્યાં તમને કોઈ કોરોનાનો દર્દી મળી ગયો તો? આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે દર્દીની નજીકમાંથી નીકળો તો પણ તમને તેનો ચેપ લાગી જાય. સૌથી મહત્વની વાત એ છે કે તમે દર્દીની કેટલી નજીક છો, અને કેટલો સમય તમે તેની પાસે રહ્યા હતા. શું તે વ્યક્તિએ તમારા પર છીંક કે ઉધરસ ખાધા છે? આ ઉપરાંત તમે આ સમયમાં તમારા મોઠાને કેટલીવાર સ્પર્શ્ કર્યો તેના આધારે તમને ચેપ લાગવાની શક્યતા રહે છે.

કોરોનાના દર્દીની છીંક અને ઉધરસ જોખમી સાબિત થઇ શકે છે…

કોઈ માણસ છીક ખાય કે પછી ઉધરસ ખાય ત્યારે તેના મોઢામાંથી પ્રવાહીના અસંખ્ય બારિક કણો પણ નીકળતા હોય છે. જેમાં કોરોના વાયરસની હાજરી હોવાની શક્યતા પુરેપુરી છે. જો કોરોનાનો દર્દી તમારા પર છીંકે અને તેના મોઢા કે નાકમાંથી નીકળતા પ્રવાહીના છાંટા તમારી આંખ, નાક કે મોઢામાં જાય તો તમને તેનો ચેપ લાગવાની શક્યતા છે. જોકે, દર્દી છીંક કે ઉધરસ ખાય અને તમારા મોઢા પર કંઈ ના ઉડે તો ગભરાવવાની જરુર નથી. આ સિવાય જો તમે કોઈના મોઢાની એકદમ નજીક હો, તે વ્યક્તિએ જે ખાધું હોય તેની પણ તમને સ્મેલ આવતી હોય તો પણ આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

ચેપથી બચવા માટે શું કરવું જોઈએ?

WHOના જણાવ્યા અનુસાર, બીમાર વ્યક્તિથી ત્રણ ફુટ દૂર ઉભા રહો તો ચેપ લાગવાના ચાન્સ ઘટે છે. કેટલાક વૈજ્ઞાનિકો છ ફુટ દૂર ઉભા રહેવાની પણ સલાહ આપે છે. તમે દર્દીથી કેટલા દૂર ઉભા રહો છો તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તમે કેટલો સમય ઉભા રહો છો. જેટલો સમય તમે બીમાર વ્યક્તિની વધારે સાથે રહેશો, તેટલા જ તમને પણ ઈન્ફેક્શનના ચાન્સ વધી જાય છે.

આપણને ચેપ લાગ્યો છે, તે કેવી રીતે ખબર પડે?

તમારા બધાના મનમાં એક સવાલ થતો હશે કે, કોરોના વાયરસનો કોઈને ચેપ લાગ્યો છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય? કોરોનાના લક્ષ્ણો સામાન્ય તાવ, શરદી કે વાયરલ ઈન્ફેક્શન જેવા હોય છે. જોકે, ખરેખર કોઈ વ્યક્તિને કોરોના વાયરસ છે કે નહીં તે માત્ર તેને જોઈને કહેવું ખૂબ મુશ્કેલ છે. કોરોનાના કોઈ લક્ષ્ણ ન ધરાવતા વ્યક્તિઓએ અન્ય લોકોમાં આ રોગ ફેલાવ્યો હોવાના પણ દાખલા છે. WHOનું માનવું છે કે માત્ર લક્ષ્ણો ધરાવતો વ્યક્તિ તેનો ચેપ ન ફેલાવી શકે. અત્યારસુધી બહાર આવેલી વિગતો અનુસાર, જેમનાથી કોરોના ફેલાયો છે તેઓ પોતે બીમાર જ હતા.

શું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી વાયરસનો ચેપ લાગે? જાણો અહીં

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ સ્ટીલ, પ્લાસ્ટિક કે પછી કાચની સપાટી પર બે કલાકથી માંડી નવ દિવસ સુધી જીવીત રહી શકે છે. જો તેનો ચેપ ધરાવતો વ્યક્તિ જાહેર સ્થળમાં છીંક કે ઉધરસ ખાય તો તેના મોઢા કે નાકમાંથી નીકળેલો વાયરસ આવી કોઈપણ સપાટી પર પહોંચી શકે છે. તમને આવી કોઈ સપાટી ગંદી દેખાય છે કે ચોખ્ખી તેનાથી તેને કોઈ મતલબ નથી. કેટલા વાયરસ એક વ્યક્તિને તેનો ચેપ લગાડી શકે તે હજુ વૈજ્ઞાનિકો સાબિત નથી કરી શક્યા. તેનાથી બચવા બસ એટલું ધ્યાન રાખવું કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે જાહેર સ્થળે હો ત્યારે ચહેરાને અડતા પહેલા હાથ ધોઈ લેવા જોઈએ. આ વાયરસ તમારી સ્કીનની આરપાર થઈ શરીરમાં નથી પ્રવેશતો, પરંતુ આંખ, નાક કે પછી મોઢા વાટે જ તમારા શરીરમાં જાય છે.

શું કિસ કે સબંધ બાંધવાથી કોરોના થઈ શકે છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોનાના દર્દીને કિસ કરવાથી ચોક્કસ તેનો ચેપ લાગી શકે છે. જોકે, આ વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ હોવાના હજુ કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. આ સ્થિતિમાં ભીડભાડવાળી જગ્યાએ જમવામાં પણ જોખમ સર્જાઈ શકે છે. તો આ વાતથી સાબિત કરી શકાય કે શારીરિક સબંધથી કોરોના વાઇરસનો કોઈ ભય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *