ગુજરાત(Gujarat): વિધાસભાની ચુંટણી નજીક આવી રહી છે. ભાજપ(BJP), આપ(AAP) અને કોંગ્રેસ(Congress) તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે હવે તમામ પાર્ટીઓ વાયદાઓ અને વચનો આપી રહી છે. પણ શું તેના પર ખરા ઉતરે છે તે તો આવનારો સમય જ બતાવશે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે(Madhu Srivastava) એક મોટું અને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
હું 50 હજાર મતોથી જીતીશ: મધુ શ્રી વાસ્તવ
મધુ શ્રીવાસ્તવે હુંકાર કરતા જણાવ્યું છે કે, મારી ટિકિટ નક્કી છે અને હું 50 હજાર મતોથી જીતીશ અને કોંગ્રેસ, આપ કે અપક્ષ કોઈ પણ સામે આવે ડિપોઝીટ જપ્ત થઈ જશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, મને મીડિયા દ્વારા દબંગ બનાવવામાં આવ્યો છે પરંતું હું તો મારા મતદારોના કામ કરવા માટે જ દબંગ છું. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, છ વખત ચૂંટણી જીત્યો છું આ વખતે તેના કરતા ડબલ મતોથી અને પાર્ટીના નીશાનથી 50 હજાર મતોથી જીતવા જઈ રહ્યો છું.
શ્રી વાસ્તવે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મને મીડિયા દ્વારા બાહુબલી બનાવ્યો છે પરંતું હુ મારા મતદારો માટે બાહુબલી છું. સાથે વધુ તેમણે કહ્યું છે કે, મારી પ્રજાના કોઈ કામ માટે કોઈ અધિકારી પાસે ગયો અને તે સાચો કામ હોવા છતા ન કરતો હોય તો પછી દંબગ બની જાવ છું.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવે પોતાના મતવિસ્તારમાં થયેલા વિકાસના કામોની વાત કરતા જણાવતા કહ્યું હતું કે, વાઘોડિયા અને વડોદરા તાલુકામાં 40 હજાર દફતરો મારા દ્વારા સ્કૂલમાં બાળકોને આપવામાં આવ્યા છે. મારી દબંગ અને બાહુબલીની છબી મીડિયા દ્વારા બનાવવામાં આવી છે. પરંતુ હું તો બજરંગબલીનો પરમ ભક્ત છું અને અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી, તો મારું અભિમાન કે બીજાનું અભિમાન શું રહેશે? ભાજપ મને પાકિસ્તાન લડવા મોકલશે તો હું પાકિસ્તાન પણ લડવા જઈશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.