પહેલાના સમયમાં હિન્દુ ધર્મમાં શુકન-અપશુકનની ખૂબ જ માન્યતાઓ રહેલી હતી જે આજે પણ અમુક ઘરોમાં અનુસરાય છે. એવી માન્યતાઓ છે કે આવી ઘટનાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણી સાથે શુકન થવાનું છે કે અપશુકન. જ્યોતિષશાસ્ત્ર પણ આ બધી વાતોને માને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે કંઈ પણ ઘટનાઓ બને છે તે બધી જ ઘટનાઓ કોઈપણ વ્યક્તિ માટે ફાયદો, નુકસાન, સફળતા અને અસફળતા ના વિષયમાં બતાવે છે.
આજે અમે તમને દૂધના ઉભરાઈને વાસણની બહાર નીકળે છે એવી રોચક વાતો બતાવીશું. ઘણી વખત જોવામાં આવે છે કે ઘરમાં મહિલાઓ દૂધને ગરમ કરવા માટે રાખે છે અને પછી ભૂલી જાય છે. એવું ઘણી વખત બને છે કે ગેસ પર રાખવામાં આવેલા દૂધ વાસણમાંથી ગરમ થઈને ઉભરાઇ જાય છે. ઘણા લોકો આ વાતને મામૂલી ગણીને નજર અંદાજ કરી દે છે અને ઘણા લોકો મુંજાઈ પણ જાય છે કે આનો મતલબ શું થશે.
ઠંડું દૂધ જ્યારે વાસણમાંથી ઉભરાય છે તો તેને અપશુકન ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ દૂધના ઉભરાઇ જવાને વધારે મહત્વ આપવામાં આવેલ છે. ઘણા લોકોના મનમાં એવી ધારણા છે કે ગરમ દૂધ ઉભરાઇ જવાને લીધે અપશુકન થાય છે. પરંતુ અમે તમારી આ દુવિધા દૂર કરી આપીએ છીએ અને જણાવી દઈએ કે દૂધનું વાસણ માંથી ધોળવું ત્યારે જ અપશુકન ગણાય છે જયારે દૂધ ઠંડું હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.