મોરબી પુલ અકસ્માતે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. નવા વર્ષમાં ઝૂલતા પુલની મજા માણવા પહોંચેલા સેકડો લોકોને ક્યાં ખબર હતી કે થોડી વારમાં તેઓની જિંદગી તબાહ થઈ જશે. આ દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના માતા પિતા, તો કેટલાય લોકોએ પોતાના સંતાનો ગુમાવ્યા છે. આ ઘટનામાં વધુ એક પરિવાર હોમાઈ ગયો હોત, પરંતુ નવ વર્ષના બાળકે પરિવારની જિંદગી બચાવી લીધી હતી.
વાસ્તવમાં રાજુલાનો એક પરિવાર ઘટનાની ગણતરીની મિનિટો પહેલા આ પુલ ઉપર સેલ્ફી લઈ રહ્યો હતો. પરિવારના દરેક સભ્યો ખુશ હતા અને હસતા મોઢે આ આનંદની પળો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. તેવામાં પરિવારનો નવ વર્ષનો નેત્ર જોર જોરથી રડવા લાગ્યો. નેત્ર ના પિતાએ જણાવ્યું કે, મારો નાનો દીકરો બીકના મારે જોર જોરથી રડવા લાગ્યો એટલે અમે સેલ્ફી લઈને તરત જ પુલ પરથી પાછા નીકળી ગયા અને ગણતરીની મિનિટોમાં જ આપણું ધરાશાયી થયો હતો.’
એક કહેવત છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવતનો સાચો અર્થ રાજુલાનો પરિવાર સમજી ગયો હતો. જો નેત્ર રડ્યો ન હોત તો આજે આખેઆખો પરિવાર મોતના મુખમાં ધકેલાયો હોત. નેત્ર ના પિતા જણાવે છે કે, અમે જેવા પુલ પરથી પાછા વળ્યા તેની 15 મિનિટમાં જ પુલ ધડામ દઈને નીચે પડ્યો હતો.’
રાજુલા ના દુર્લભનગરમાં રહેતા ભાનુભાઈ મહેતા તેમના સગા સંબંધીને ત્યાં પરિવાર સાથે મોરબી ગયા હતા. ભાનુભાઈ ની સાથે સાગરભાઇ, કોમલબેન અને બે બાળકો સાથે ઝુલતા પુલ ઉપર ગયા હતા. પરિવાર થોડે અંદર ગયો અને પુલ હાલતા નવ વર્ષનો બાળક રડવા લાગ્યો. અને બહાર નીકળવાની જીદ કરી જેથી પરિવારે સેલ્ફી લઈ ત્યાંથી રવાના થઈ ગયા. અને ગણતરીની મિનિટોમાં પુલ ધરાશાયી થયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.