મંદિરમાંથી જૂતા-ચંપલ ચોરાઇ જાય તો ખુશ થઇ જાવ! શનિના આ દોષોથી મળે છે મુક્તિ

Slippers Astro: અવારનવાર એવું થાય છે કે જ્યારે તમે અને આપણે બધા લોકો મંદિરમાં દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે આપણે બધા પોતાના જૂતા-ચપ્પલ મંદિરની (Slippers Astro) બહાર ઉતારીને અંદર જઈએ છીએ. પરંતુ જ્યારે ભગવાનના દર્શન કરીને બહાર જઈએ છીએ ત્યારે આપણા જૂતા-ચપ્પલ ત્યાં મળતા નથી. કેમ કે તે ચોરી થઈ ગયા હોય છે. આ વાતથી અનેક લોકો ખૂબ પરેશાન થઈ જાય છે.

પરંતુ શું તમને ખબર છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને એક શુભ પ્રસંગ માનવામાં આવે છે. જી, હા જો શનિવારના દિવસે તમારા મંદિરમાંથી જૂતા-ચપ્પલ થઈ જાય તો તે તમારા જીવનમાં એક સારા પરિવર્તન તરફ ઈશારો કરે છે. તો ચાલો અમે તમને જણાવીશું કે મંદિરમાંથી તમારા જૂતા-ચપ્પલ ગાયબ થઈ જવા પાછળ શું માન્યતા છે.

મંદિરમાંથી જૂતા-ચંપલ ચોરાવાનો શું છે સંકેત?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિની સાડાસાતીના એક ચરણ દરમિયાન વ્યક્તિને પગ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં જ્યોતિષ શાસ્ત્રી જણાવે છે કે, જૂતા-ચંપલનો શનિદેવ સાથે ખાસ સંબંધ છે. તેવામાં જો કોઇ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા માટે જાય તો તે દરમિયાન જો જૂતા કે ચંપલ ચોરાઇ જાય તો તે શુભ સંકેત છે. ખરેખર માન્યતા છે કે જૂતા-ચંપલ ચોરાઇ જવાથી શનિની સાડાસાતીની પીડાથી મુક્તિ મળી જાય છે. તેવામાં જો તમારી સાથે પણ આવું કંઇ થાય તો સમજી જાવ કે તમારો ખરાબ સમય ખતમ થવાનો છે.

જૂતા-ચંપલ બંનેનો સંબંધ શનિ સાથે છે
જૂતા-ચંપલની ચોરી શનિ ગ્રહથી સંબંધિત દોષો દૂર કરવાનો સંકેત આપે છે. શનિવારે જૂતા-ચંપલનું દાન કરવું પણ શુભ છે. આમ કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તો તેના કાર્યો સફળ થતા નથી.

આવી સ્થિતિમાં જો મંદિરની બહારથી જૂતા કે ચંપલ ચોરાઈ જાય તો સમજી લેવું કે તમારું કામ સફળ થવાનું છે. મંદિરની બહારથી જૂતા-ચંપલની ચોરી મુસીબત ટળવા અને શુભ સમયની શરૂઆત સૂચવે છે. જો મંદિરની બહારથી ચામડાના જૂતા-ચંપલની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ચામડાના જૂતા-ચંપલ બંનેનો સંબંધ શનિ સાથે છે.

મળે છે શનિ દેવની કૃપા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો શનિવારના દિવસે આવું થાય તો તે વધુ શુભ સંકેત છે. ખરેખર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે અને આ દિવસે આવું થવું શનિની શુભતાનો સંકેત છે. તેવામાં જો શનિવારના દિવસે કોઇ મંદિરમાંથી જૂતા-ચંપલ ચોરાઇ જાય તો સમજી લો તમને જલ્દી જ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. તેવામાં ઘણા લોકો શનિની પીડાથી મુક્તિ મેળવવા માટે પોતાની મરજીથી શનિવારના દિવસે મંદિરની બહાર જૂતા કે ચંપલ મૂકી દે છે. માન્યતા છે કે આવું કરવાથી ગ્રહ દોષ દૂર થવા લાગે છે.