પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો તેના હાડકાઓનું સૂપ બનાવીને પીવે છે અહીં ના લોકો અને પછી…

Ajab Gajab News: દુનિયાના એવા ઘણા આદિવાસી સમુદાયો છે, જે કોઈને કોઈ રીતે નરભક્ષણ કરે છે. આ લોકોની ઘણી એવી વિચિત્ર પ્રથાઓ છે જેનાથી આજે પણ દુનિયા (Ajab Gajab News) માહિતગાર નથી. એવા જ કેટલાક આદિવાસી સમૂહો છે જે પોતાના મૃત્યુ પામેલા સગા સંબંધીઓની લાશના હાડકાઓનું સૂપ બનાવીને પીવે છે.

પરિવારજનોના મૃત્યુ થયા બાદ તેનું હાડકાઓનું સૂપ બનાવીને પીનારા આદિવાસી સમુદાય દક્ષિણ અમેરિકામાં(SOUTH AMERICA) વસવાટ કરે છે. તેઓનું નિવાસસ્થાન મુખ્ય રીતે ઉત્તર બ્રાઝિલ અને દક્ષિણ વેનેજુએલાના જંગલોમાં છે. તેમને યાનોમાની આદિવાસી તરીકે ઓળખ આપવામાં આવી છે. આ AMAZON ના વરસાદી જંગલના કિનારે વસવાટ કરે છે.

યાનોમાની આદિવાસી સમૂહ પોતાની વિચિત્ર રીતે રિવાજો અને જીવનશૈલીને કારણે કાયમ ચર્ચાનો વિષય બને છે. આદિવાસીઓ વગર વસ્ત્રે નગ્ન જ ફરતા હોય છે. તેમનો કોઈ ઘર નથી હોતું. આ લોકો રાત્રે ખુલ્લા આકાશની નીચે જ સુવે છે. તેમની વેશભૂષા પણ વિચિત્ર હોય છે.

આદિવાસી સમૂહના લોકો પોતાના પરિવારજનનું મૃત્યુ થયા બાદ તેના અંતિમ સંસ્કારના જે વિધિ વિધાનો કરે છે તે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવા છે. આ લોકો પોતાના સંબંધીના અંતિમ સંસ્કાર બાદ તેના હાડકા અને રાખનું સૂપ બનાવીને પીવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેનાથી પરિજનની આત્માનું રક્ષણ થઈ શકે. એવું પણ માનવામાં આવે છે કે આ આદિવાસીઓના સમૂહ મૃત્યુમાં વિશ્વાસ નથી કરતા.

મૃત્યુને બદલે આ લોકોનું માનવું એવું છે કે કોઈ બીજા આદિવાસી સમુદાયના જાદુગરે તેના પરિવારજનો પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડવા માટે દુષ્ટ આત્માઓને મોકલી છે. એટલા માટે તેઓ વિચારે છે કે તેના અંતિમ સંસ્કાર કરી દેવા જોઈએ. તેઓનું માનવું છે કે લાશને સળગાવ્યા બાદ તેની રાખ પીવાથી તેના પરિવારજનોની આત્મા પુનર્જનમાં લે છે. આદિવાસી સમુદાય લગભગ 200 થી 250 ગામમાં ફેલાયેલો છે.

યાનોમાની આદિવાસી પોતાના મૃત્યુ પામેલા સંબંધી ની લાશ પાસે જંગલમાં પાંદડાઓથી ઢાંકી તેને 30થી 45 દિવસ સુધી એમ જ છોડી દે છે. આટલા દિવસો બાદ તેઓ ત્યાં ફરી જાય છે અને તેના શરીરમાંથી હાડકાઓ કાઢી તેને સળગાવી દે છે. હાડકા સળગાવ્યા બાદ તેમાંથી જે રાખ નીકળે છે તેને કેળા સાથે મિક્સ કરી સૂપ બનાવવામાં આવે છે. આ રીતે બનાવવામાં આવેલું સુખ સમુદાયના દરેક લોકો માટે પીવું ફરજિયાત હોય છે.