ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા અંગે લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય- જાણો જલ્દી…

હાલમાં રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવાથી આગામી મે મહિનામાં શરૂ થતી ધો.10 અને ધો.12ની પરીક્ષાની તારીખો અંગે બોર્ડ દ્વારા પુનઃ વિચારણા કરાય તેવું ચર્ચાઈ રહ્યું…

હાલમાં રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવાથી આગામી મે મહિનામાં શરૂ થતી ધો.10 અને ધો.12ની પરીક્ષાની તારીખો અંગે બોર્ડ દ્વારા પુનઃ વિચારણા કરાય તેવું ચર્ચાઈ રહ્યું છે. રાજ્યભરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો નહીં આવે તો બોર્ડની પરીક્ષાને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાવો જોઈએ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની તારીખ અગાઉ જાહેર કરવામાં આવી હતી. GSEB બોર્ડના નિયત કાર્યક્રમ મુજબ ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ આવતા 10થી 25 મે દરમિયાન લેવામાં આવનાર છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના શહેર-જિલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

કોરોનાની વકરેલી પરિસ્થિતિને કારણે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મુંઝવણમાં મુકાયાં છે. કોરોનાના માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મોકલવા વાલીઓ જોખમ લેવા રાજી નથી. બીજી તરફ, જો રાજ્યમાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો ન થયો તો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાની તારીખો અંગે પુન:વિચારણા કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

રાજ્યભરમાં કોરોના વાઇરસના વધતા જતા કેસો અંકુશમાં નહીં આવે તો બોર્ડની પરીક્ષા પાછી ધકેલાય શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે, જીએસઇબી બોર્ડ દ્વારા આઠ મહાનગરપાલિકાના 847 કેન્દ્રોમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય તાજેતરમાં લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.

પરીક્ષાની તારીખોમાં ફેરફારની બોગસ યાદી વાઇરલ થઈ હતી
ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફારની બોગસ યાદી સોશિયલ મીડિયામાં થોડા દિવસ અગાઉ વાઇરલ કરવામાં આવી હતી. જોકે, બોર્ડ દ્વારા તે સમયે પરીક્ષાઓ આગામી 10થી 25 મે મહિના દરમિયાન લેવાશે તેવો ખુલાસો પણ જાહેર કરવામાં આવ્યો હતો.

બોર્ડની પરીક્ષા અંગે વૈકલ્પીક નિર્ણય લેવાઈ શકે છે: સૂત્ર
જીએસઇબી બોર્ડ દ્વારા ધો.10 અને ધો. 12ની પરીક્ષાઓ મે મહિનામાં છે. હાલ પરીક્ષા રદ કે પાછી ધકેલાય તેવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જાણવા મળ્યું છે કે, કોરોનાની સ્થિતિ જોતા બોર્ડ વૈકલ્પીક નિર્ણય લઈ શકે તેવું ગુજરાત બોર્ડના સૂત્રોનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *