RCB vs KKR: ફિલ્ડરે આ ભૂલ ન કરી હોત તો RCB મેચ હારી જાત- જુઓ વિડીયો

IPL 2022 ની 6ઠ્ઠી મેચ ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. RCBએ આ રોમાંચક મેચ 3 વિકેટથી જીતી લીધી અને સિઝન 15માં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા KKRએ RCB સામે 129 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ટીમે 4 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

મેચ દરમિયાન એક રમુજી ઘટના બની હતી. રન લેવાના પ્રયાસમાં દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલનું સંકલન ખોરવાઈ ગયું હતું અને બંને બેટ્સમેન સમાન છેડે પહોંચ્યા હતા. જો કે, તેનાથી RCB ને નુકસાન થયું ન હતું અને ફિલ્ડરના ખોટા થ્રોને કારણે કાર્તિક પોતાની વિકેટ બચાવવામાં સફળ રહ્યો હતો. જો દિનેશ કાર્તિક આઉટ થયો હોત તો RCB કદાચ આ મેચ ન જીતી શક્યું હોત.

આ ઘટના મેચની અંતિમ ક્ષણોમાં બની હતી. આરસીબીની ઈનિંગની 19મી ઓવરના બીજા બોલ પર દિનેશ કાર્તિક ઓફ સાઈડમાં શોટ રમીને રન લેવા માંગતો હતો. તેણે બીજા છેડે ઉભેલા હર્ષલ પટેલને પણ રન ચોરવા માટે કોલ પણ આપ્યો, પરંતુ બીજી જ ક્ષણે તેને સમજાયું કે બોલ ફિલ્ડર પાસે છે અને આ રન ચોરી કરવો મોંઘો પડી શકે છે. દિનેશે હર્ષલ પટેલને રન માટે ના પાડી હતી પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હર્ષલ પટેલ અડધી પીચે આવી ગયો હતો. આવી સ્થિતિમાં બંને બેટ્સમેન એક જ છેડા તરફ દોડ્યા હતા.

ઓફ સાઈડ પર ઉભેલા ફિલ્ડરે વિકેટ પર સીધો થ્રો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને કાર્તિકને બીજા છેડે પહોંચવાનો સમય મળ્યો નહી. કાર્તિક તરત જ બોલર્સ એન્ડ તરફ દોડે છે અને એક રન પૂરો કરે છે. જો ફિલ્ડરે આ થ્રો સીધો નોન-સ્ટ્રાઈકરના છેડે ફેંક્યો હોત તો મેચ ઊંધી થઈ શકી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *