ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે દરેક સ્ત્રીઓમાં ખાસ ગુણ હોય છે અને કેટલાક ગુણો ધરાવતી સ્ત્રી જો કોઈના જીવનમાં આવે તો તેનું ભાગ્ય ખૂલી જાય છે.બંધ કિસ્મત ખુલી જાય છે અને જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. માત્ર પતિ-પત્ની જ નહીં પરંતુ આખો પરિવાર સુખ ભોગવે છે. આચાર્ય ચાણક્યના કહા અનુસાર આ ખાસ ગુણ નીચે પ્રમાણે આપ્યા છે.
સંતુષ્ટ રહેવાવાળી સ્ત્રી
ઘણા લોકો એવા હોય છે કે કોઈ વસ્તુ ને જોઈને તેને પામી લેવાની લાલસા હોય છે. ઘણી મહિલાઓમાં આ આદત હોય છે અને આ ચક્કર માં ઘણો ફાલતુ ખર્ચ થઈ જતો હોય છે. જે સ્ત્રીમાં સંતોષ હોય છે તે સ્ત્રી ભાગ્યવાન હોય છે.
મીઠુ બોલનારી સ્ત્રી
મીઠુ બોલનારી સ્ત્રી ના કારણે ઘણી પરિસ્થિતિ નોર્મલ થઈ જતી હોય છે. કેટલીકવાર વગર કારણના ઝઘડાને મીઠું બોલનારી સ્ત્રી સોલ્વ કરી લે છે અને વારંવાર કોધિત થતી નથી.
ધાર્મિક વિચાર ધરાવતી સ્ત્રી
ધર્મનું દરેક ના જીવનમાં એક અલગ મહત્વ છે અને તે સારો આચાર વિચાર શીખવાડે છે.સંસ્કારી બનાવે છે અને તેના માટે ચાણકય કહે છે કે ધર્મના રસ્તા પર ચાલનારી સ્ત્રીનો પતિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમના પર ભગવાન ની કૃપા થાય છે.
ધૈર્ય રાખનારી સ્ત્રી
સારા જીવન માટે ધીરજ રાખવી જરૂરી બની જાય છે ત્યારે જો તમારા જીવનમાં પણ એવી કોઈ સ્ત્રી છે કે તેનામાં ધૈર્ય છે તો તેના પતિ ખૂબ જ ભાગ્યશાળી હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.