આપણે ગાંઢ ઊંઘમાં હોઈએ છીએ ત્યારે આપણને સપના આવતા હોય છે.સપના માં આપણે કોઈ નવી જગ્યા કે કોઈ નવી વ્યકિત ને મળીએ છીએ.નિષ્ણાતોનું માનીએ તો સપનામાં એવી કેટલીક સમાનતા હોય છે જે વ્યકિતના સામાજિક જીવનથી મેલ ખાય છે.
હંમેશા આપણને એજ સપના આવે જે જેનું આપણે દિવસભર વિચારતા હોઈએ છીએ.પરંતુ કયારેક એવા સપના આવે છે જેનું આપણે ક્યારેય વિચાર્યું જ ન હોય.સપનામા દેખાતી બાબતોનું તમારા જીવન સાથે કોઈને કોઈ સંબંધ હોય છે ત્યારે આજે અમે તમને બતાવીશું કે સપનામાં દેખાતી કેટલીક બાબતો અશુભ હોવાના સંકેત આપે છે.
કાગડો
જો તમને સપનામાં કાગડો આવે છે તો તેને અશુભ ગણાય છે.સપનામા કાગડો દેખાવો તેને અશુભ ઘટનાના સંકેત આપે છે.
મુસાફરી
જો તમને સપનામાં ખુદ ને મુસાફરી કરતા જોવો છો તો બીજા દિવસે તમારે મુસાફરી ન કરવી જોઈએ,તેને અશુભ ગણવામાં આવે છે.
મુંડન થતું હોય તેને જોવું
જો તમને સપનામાં કોઈને અથવા તમે ખુદ ને મુંડન કરાવતા જુઓ છો તો તેને અશુભ ગણવામાં આવે છે.આ પરિવાર માં કોઈના મૃત્યુ થવાના સંકેત આપે છે.
સફેદ કપડા
જો તમે સપનામાં કોઈને સફેદ કપડામાં જુઓ છો તો તેને વિયોગ ના સંકેત ગણવામાં આવે છે.આવા સપના આવે તો તમારે સચેત રહેવું જરૂરી છે.
ગધેડા ની સવારી
જો તમે સપનામાં ગધેડાની સવારી કરો છે તો તેને મૃત્યુ નું સંકેત ગણવામાં આવે છે.તેનો મતલબ એ છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.