ઘણીવાર તમે જોયું હશે કે કોઈ તમારા સાથે વાત કરે તો તેના શ્વાસમાં દુર્ગંધ આવે છે. મોટા ભાગના માણસોને આ પરેશાની હોય છે. ત્યારે તે વાત કરે ત્યારે સામેવાળા માણસને દુર્ગંધ આવતી હોય છે અને તેનાથી તમારે શરમાવું પડે છે. પરંતુ ઘણા માણસો સારી રીતે બ્રશ કરવા છતાં પણ તેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. દુર્ગંધને દૂર કરવા માટે ઘણા માઉથ ફેશનર નો ઉપયોગ પણ કરે છે પરંતુ તેની અસર થોડાક સમય માટે જ રહે છે. આજે અમે તમને જણાવીશું કે આ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળવું.
મીઠાનો ઉપયોગ : તમે આ પરેશાનીને મીઠાના ઉપયોગથી દૂર કરી શકો છો. પાણીમાં મીઠું નાખીને સામાન્ય રીતે ગરમ કરીને તેના કોગળા કરવાથી મોઢા માં રહેલી મૃત કોશિકાઓ દૂર થાય છે અને પરેશાનીમાંથી રાહત મળે છે.
તુલસીના પાનનો પ્રયોગ : તુલસી ના પત્તા નો પ્રયોગ કરવાથી પણ તમને પરેશાનીમાંથી રાહત મળી શકે છે. તુલસીના પાનને ઉકાળીને થોડાક સમય માટે ઢાંકીને મૂકી દેવું અને પછી જ્યારે તે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તે પાણીના કોગળા કરવાથી તુલસીના પાન માં રહેલા તત્વો મોઢામાં રહેલા કીટાણુંને દૂર કરે છે.
લીમડાના પાન : લીમડાના પાન થી પણ આ પરેશાનીમાંથી રાહત મળી શકે છે.10 થી 15 લીમડાના પાનને ઉકાળીને એક વાસણમાં કાઢી લેવું અને જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તે પાણીથી કોગળા કરવા. લીમડાના પાન બળતરા અને દુઃખને શાંત કરે છે અને રોગાણું રોધક હોય છે. તેના નિયમિત સેવનથી મોઢાના આંતરિક શુદ્ધિ થાય છે અને શ્વાસની દુર્ગંધ દુર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.