Diesel Car ચલાવતા હોવ તો આ વાતનું ધ્યાન રાખજો! નહીંતર વેઠવું પડશે ભારે નુકશાન

સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિને સારી કાર(car) જ પસંદ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને મોટે ભાગે લોકો હાઈ માઈલેજ (High mileage)વાળી કારને પસંદ કરે…

સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિને સારી કાર(car) જ પસંદ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને મોટે ભાગે લોકો હાઈ માઈલેજ (High mileage)વાળી કારને પસંદ કરે છે, જેના માટે ડીઝલ એન્જિનવાળી કાર (Diesel car) ખૂબ સારી માનવામાં આવે છે. આ કાર સામાન્ય પેટ્રોલ(Petrol) કાર કરતાં વધુ પાવરફુલ પણ હોય છે.

પરંતુ એક સારી વસ્તુ માટે વિશેષ કાળજીની જરૂર છે અને Diesel Car સાથે પણ આવું જ છે. તેમની જાળવણીમાં થોડી બેદરકારી પણ તમને ઘણી મોંઘી પડી શકે છે, તેથી, જો તમે પણ ડીઝલ કાર ચલાવો છો, તો આજે અમે તમને એવી ટિપ્સ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તમારી કારનું સારી રીતે મેન્ટેનન્સ જાળવી શકશો. તો ચાલો જાણીએ…

ઓઇલ ફિલ્ટરનું રાખો ધ્યાન:
સૌથી પહેલા તો ઓઇલ ફિલ્ટરનું ધ્યાન રાખું જોઈએ. એટલે કે, મોટાભાગના ડીઝલ એન્જિનોમાં ગેસ ટાંકી અને એન્જિન વચ્ચે બે ફ્યુઅલ ફિલ્ટર હોય છે અને પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટર વચ્ચે ફ્યુઅલ ફિલ્ટર હોય છે, જે ઇંધણને સાફ કરે છે. ધીમે-ધીમે તેમાં ઘણી બધી ગંદકી જામી જાય છે, જેના કારણે તેની સફાઈ ખૂબ જ જરૂરી છે, જો સફાઈ ટાઈમએ ન કરવામાં આવે તો વાહનના એન્જીનની બગડવાની શક્યતા રહે છે.

એર ફિલ્ટરનું ધ્યાન રાખો:
આ ઉપરાંત એર ફિલ્ટરનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. એર ફિલ્ટર દરેક વાહનનો આવશ્યક ભાગ હોવા છતાં, તે ડીઝલ કાર માટે વધુ ખાસ છે. તમારે તમારા વાહનના એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરતા રહેવું જોઈએ, કારણ કે તેના પર જમા થયેલી ગંદકી એન્જિનને નુકસાન પહોંચાડે છે. એટલા માટે ભલે તે સમય સમય પર બદલાવું જોઈએ. જેના કારણે એન્જિનનું પરફોર્મન્સ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. જેના કારણે તેનું ધ્યાન રાખવું પણ ખુબ જ આવશ્યક છે.

કૂલેંટની કાળજી લો:
આ સાથે જ કૂલેંટની પણ કાળજી લેવી જરૂરી છે. પેટ્રોલ એન્જિનની સરખામણીમાં ડીઝલ એન્જિન ખૂબ જ ગરમ થાય છે. જેના કારણે ઓવરહિટીંગ થવાની ઘણી સંભાવના છે. આ સમસ્યાથી બચવા માટે તમારે વાહનમાં લગાવેલા એન્જિનને ચેક કરતા રહેવું જોઈએ. તેમજ જ્યારે તે ઓછું હોય ત્યારે તેને રિફિલ કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત કૂલેંટ લીકેજની પણ તપાસ કરવી જોઈએ. જેના કારણે ઓવરહિટીંગ થવાની સમસ્યા થશે નહિ.

ઓઈલ ચેન્જ કરાવતાં રહો:
સૌથી મહત્વનું એ છે કે, ડીઝલ એન્જિનનું એન્જિન ઓઈલ પણ વારંવાર બદલતું રહેવું જોઈએ. કારણ કે તે ખૂબ જ ઝડપથી કાળું થઈ જાય છે જેના કારણે એન્જિન પર બિનજરૂરી દબાણ આવે છે અને તેનાથી એન્જિનનું આયુષ્ય ઘટી જાય છે. આથી એન્જિન ઓઈલ સમયસર બદલતા રહેવાથી આ સમસ્યા પણ થશે નહિ.

સફાઈ પર ધ્યાન આપો:
આવી સ્થિતિમાં લોકો વાહનો સારા દેખાય તે માટે માત્ર બહારના ભાગને જ સાફ કરે છે અને અંદરના ભાગ પર ધ્યાન આપતા નથી, જેના કારણે ધીમે-ધીમે ત્યાં ઘણી બધી ગંદકી જામી જાય છે અને તેનાથી એન્જિનના જીવન પર ખરાબ અસર પડે છે. એટલા માટે તમારે એન્જિન અને તેની આસપાસના ભાગોને પણ નિયમિતપણે સાફ કરતા રહેવું જોઈએ, જેથી એન્જિન પર ગંદકી જમા ન થાય. માત્ર આટલી જ બાબતોનું ધ્યાન રાખવાથી તમારી Diesel Car ને કોઇપણ પ્રકાર્નુંનુંક્ષણ થશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *