ચા(Tea) દુનિયાના દરેક ખૂણે પસંદ કરવામાં આવે છે. દૂધવાળી કડક ચા દરેકને પસંદ હોય છે. તાજગી આપવાની સાથે ચા શરીરને પણ ઘણો ફાયદો પહોંચાડે છે. ચાના જાદુઈ અને ઔષધીય ગુણો લેવા માટે ચાઈનીઝ(Chinese) અને જાપાનીઝ(Japanese) લોકો પણ મોટી માત્રામાં તેનું સેવન કરે છે. દરરોજ ચા પીનારાઓમાંથી ઘણા લોકો ચાના ફાયદાઓથી અજાણ હોય છે અને તેને માત્ર ટેસ્ટ માટે જ પીવે છે. હવે એક નવો અભ્યાસ સામે આવ્યો છે જેમાં ચાના ફાયદાઓ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.
પોલિફીનોલ્સ ચાના પીણામાં જોવા મળે છે જે વિવિધ સ્વાસ્થ્ય લાભો માટે જાણીતા છે. ચામાં જોવા મળતા કેટેચીન્સ, થેફ્લેવિન્સ અને થેરુબિજિન્સ જેવા સંયોજનોમાં ઘણા બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણધર્મો છે, જે તમને વિવિધ રીતે મદદ કરે છે. નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચા કેન્સર અને હૃદયની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરી શકે છે અને ડિમેન્શિયાના જોખમને ઘટાડી શકે છે.
આ રોગોનું જોખમ ઓછું છે:
ચાના પત્તાંમાં એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં જોવા મળે છે જે લોહીમાંથી હાનિકારક પરમાણુઓને બહાર કાઢવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. સંશોધક ડો.ટેલર વોલેસના જણાવ્યા અનુસાર ચા એક એવું પીણું છે જેને લોકો સરળતાથી પી શકે છે. જો કોઈ વ્યક્તિ તેનું સેવન કરે છે તો તે સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે છે.
બ્લેક, ગ્રીન અને હર્બલ ટીમાં ફ્લેવોનોઈડ સારી માત્રામાં જોવા મળે છે. તેઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામે લડવામાં મદદ કરે છે. જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ 1 થી 5 કપ ચા પીતા હતા તેમને ડિમેન્શિયાનું જોખમ ઓછું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ ગરમ પીણું તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ 1 કપ કપ્પા ચા સ્ટ્રોક અથવા હૃદયની સમસ્યાનું જોખમ 4 ટકા ઘટાડી શકે છે અને યુવાનોમાં મૃત્યુનું જોખમ 1.5 ટકા ઘટાડી શકે છે.
વધુ પડતી ગરમ ચા પીવાથી થઈ શકે છે કેન્સર!
એક રીપોર્ટ અનુસાર, ચા મનુષ્યને અનેક રીતે લાભ આપે છે. પરંતુ અન્ય એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે ગરમ ચા અન્નનળીના કેન્સરનું જોખમ વધારી શકે છે. અન્નનળીનું કેન્સર એ એક કેન્સર છે જે ફૂડ પાઇપમાં ગમે ત્યાં થઇ શકે છે. આ કેન્સર 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.