કાળજું કંપાવતી દુર્ઘટના: જર્જરિત બિલ્ડીંગની છત પડતા 4 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

તેલંગાણા(Telangana)ના યાદદ્રી-ભોંગિર(Yadri-bhongir) જિલ્લામાં શુક્રવારે જર્જરિત બિલ્ડીંગની છત તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. ભોંગિરના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસએ કહ્યું, ચાર લોકો જર્જરિત બિલ્ડીંગની છત…

તેલંગાણા(Telangana)ના યાદદ્રી-ભોંગિર(Yadri-bhongir) જિલ્લામાં શુક્રવારે જર્જરિત બિલ્ડીંગની છત તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. ભોંગિરના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસએ કહ્યું, ચાર લોકો જર્જરિત બિલ્ડીંગની છત નીચે ઉભા હતા. આકસ્મિક રીતે, બિલ્ડિંગના સ્લેબ(Dilapidated building)નો એક ભાગ તૂટી પડ્યો અને ચાર લોકો કચડીને મૃત્યુ પામ્યા. પોલીસે જણાવ્યું કે પીડિતની ઓળખ ઈમારતના માલિક, એક ભાડૂત અને બે મજૂરો તરીકે થઈ છે.

રાજ્યપાલે શોક વ્યક્ત કર્યો:
સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને મંદિરના નગર યાદદ્રીમાં થયેલી દુ:ખદ ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

રાજભવન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાજ્યપાલને આ દુ:ખદ ઘટના વિશે જાણીને દુઃખ થયું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને જિલ્લા અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઘાયલોને તમામ શક્ય સારવાર પૂરી પાડવા સલાહ આપી.

પોલીસે તપાસ શરૂ કરી હતી:
સમાચાર અનુસાર, લગભગ 20 વર્ષ જૂની આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન અને પહેલા માળે રહેઠાણ હતું અને આ ઘટનાનું કારણ નબળી ગુણવત્તાનું બાંધકામ છે. રાજ્યપાલે જિલ્લા અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *