મીઠો લીમડો ખૂબ જ ઉપયોગી છોડ છે. આપણે તેનો ઉપયોગ દાળ અને કઢીમાં નાખવા માટે કરીએ છીએ.જેનો મોટાભાગે કઢીમાં ઉપયોગ થતો હોવાથી હિન્દીમાં તેને કરીપત્તા કહેવામાં આવે છે.આ છોડ અનેક ઔષધીય ગુણ ધરાવે છે અને ઘણા રોગમાં ઉપયોગી થાય તેવા પોષક તત્વો પણ આ છોડ ધરાવે છે.
જે લોકોને ડાયાબિટીસ હોય અને સુગર વધારે રહેતું હોય તેઓએ દરરોજ સવારે 8 થી 10 પાન સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાઈ જવા અથવા તો આનો જ્યુસ કે રસ કાઢીને ભૂખ્યા પેટે પી જવો.આ રસ પીધા પછી એક કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં.મીઠા લીમડાના પાન અતિ સુંગધી, પૌષ્ટિક અને આયુર્વેદિક રીતે ગુણિયલ છે.
ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે મીઠા લીમડાના ઓછામાં ઓછા દસ પાનનું સેવન તો કરી જ લેવું. આ સેવન એક મહિના સુધી કરવું અને આજે આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે. ડાયાબિટીસ એ કાચા આમ નું સ્વરૂપ છે. આજે ઘણા લોકો ડાયાબિટીસના કારણે દુઃખી થાય છે. અને ડાયાબિટીસ ને કાબૂમાં રાખવા માટે કોઈપણ ખર્ચો વગર ની ઔષધિ છે.
વાળ સફેદ થવા :
જલ્દી વાળ સફેદ નથી થવા દેવા તો લીમડો માત્ર એક ઉપાય છે. લીમડામાં સમાયેલા પોષક તત્વો વાળને જલ્દી સફેદ થવા દેતા નથી. માત્ર એટલું જ નહીં વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ દૂર કરે છે. વાળમાંથી ખોડો દૂર કરવા માટે લીમડાનો સારો ઉપયોગ થાય છે.
લીવર :
લીવર માટે લીમડાને ગુણકારી તત્વ કહો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહાર થી લીવર બગડવાની શક્યતા વધી જતી હોય છે.કમજોર લીવર માટે લિંમડો ફાયદાકારક સાબિત થયો છે તેમાં સમાયેલા વિટામિન એ અને સી લીવર માટે લાભકારી છે.
ડાયાબિટીસ :
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેમાં સમાયેલા ફાઇબર ઇન્સુલીન પર સારો પ્રભાવ પડે છે જેથી ડાયાબિટીસના વળી વ્યક્તિઓની બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.