સાસણગીરમાં સિંહ જોવા જવાનું પ્લાનીગ કરતા હોવ તો આ સમાચાર ખાસ વાંચજો, નહિતર ધક્કો થશે

સાસણ ગીરમાં ચોમાસાને લીધે જે ચાર મહિનાનું વેકેશન આપવામાં આવ્યું હતું તે હવે પૂર્ણ થઈ ગયું છે જેથી આજથી જે લોકો સિંહ દર્શન એટલે કે વનરાજાના દર્શન કરવા માંગે છે તે લોકો જઇ શકે છે.

આગામી થોડા જ દિવસોમાં દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે. જેથી કરીને આજથી લઈને ત્રણ નવેમ્બર સુધી પરમીટો બુક થઈ ગઈ છે. જો તમારે સાસણગીરની મુલાકાત જવું હોય તો તમે ત્રણ નવેમ્બર પછીની તારીખ બુક કરાવી શકો છો.

પરમીટોની વાત કરીએ તો રજા સીવાઈના દિવસોમાં 150 પરમીટો આપવામાં આવી છે. આ પરમીટોમાં 150 પરમીટોના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે. જેથી કરીને એક પરમીટમાં 50 પ્રવાસીઓ સાસણગીરની મુલાકાત લઈ શકે છે.

શનિવાર અને રવિવારની રજાઓમાં 180 પરમિટ કાઢવામાં આવે છે. દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈને દિવાળી ના દિવસોમાં દરરોજની 30 પરમિટ વધારવામાં આવી છે. જે રવિવાર અને શનિવારની રજાઓમાં ટોટલ 180 પરમીટ કાઢવામાં આવશે. જે પરમીટોને ત્રણ ભાગમાં ભાગ કરીને પર્યટકો ને મોકલવામાં આવશે.

સિંહ જોવા જતા લોકો માટે ખાસ
હાલમાં ત્રણ નવેમ્બર સુધીનું બુકિંગ થઈ ચૂક્યું છે જે લોકોને સિંહના દર્શન કરવા હોય તે લોકો ત્રણ નવેમ્બર પછીનું બુકિંગ કરાવી શકે છે નહીં તો તેઓએ ત્યાં જઈને પાછું આવવું પડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *