ભાજપમાં ગાબડું- ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ ‘કમળ કચડી’ AAPમાં જોડાયા

વિધાનસભાની ચુંટણી(Assembly elections) નજીક આવી રહી છે. જેને લઈને દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. એવામાં પક્ષ પલટાની મોસમ પણ જામી ગઈ છે. ત્યારે બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં ભાજપ (BJP)ના પૂર્વ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા અને પૂર્વ પ્રદેશ કોષાધ્યક્ષ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના સુભાષ સોનેરી (Subhash Soneri)એ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો ખેસ ધારણ કર્યો છે. જેને લઈ બનાસકાંઠા જીલ્લાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

આ અંગે ભાજપ છોડનાર સુભાષ સોનેરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી હું ભાજપ માટે કામ કરી રહ્યો છુ. મેં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે. તેમજ અનુસૂચિત જાતિના જે પણ કામો કરવાના હોય એ બાબતે મેં ફરજ નિભાવી છે. પરંતુ, વડગામ વિધાનસભાની અંદર જે પણ ધારાસભ્યો ચૂંટઈને આવ્યા છે એ વડગામની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. વડગામ વિધાનસભાની અંદર ભાજપ કોઈ પ્રકારે કામ સફળતાપૂર્વક કરી શકી નથી.

વડગામમાં આયાતી ઉમેદવાર જ આવતા હોવાનો આક્ષેપ:
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લે 1990માં વડગામ વિધાનસભા બેઠક પર સ્થાનિક ધારાસભ્ય મુંકુદભાઈ પરમાર ચૂંટાયા હતા. ત્યારબાદ ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષમાંથી આયાતી ઉમેદવારોને જ અહીં ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી આ વખતે ભાજપને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *